SearchBrowseAboutContactDonate
Page Preview
Page 573
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૭ અભય-અષ-અખેદ સ્થાન, મન અને ધ્યાન વડે થતે કાયાને ઉત્સર્ગ એ અનુક્રમે દેહ, વાણી અને મન ઉપર પ્રભુત્વ અપાવે છે. દેહ, વાણી અને મન ઉપર પ્રભુત્વ પ્રાપ્ત થવાથી પ્રાણશક્તિઓને સંચય થાય છે. પ્રાણ શક્તિઓના આ સંચયનું બીજું નામ સંયમ છે. એ સંયમ સર્વ પ્રકારની સિદ્ધિઓનું બીજ છે. ગદર્શનમાં યાન, ધારણા અને સમાધિ એક જ વિષય ઉપર થાય, ત્યારે તેને સંયમ કહેવામાં આવે છે કાત્સર્ગ વડે થતે સંયમ એ ગદર્શનમાન્ય સંયમથી અધિક છે. કાયેત્સર્ગમાં ધ્યાન, ધારણા અને સમાધિ ઉપરાંત કાયાનું ધૈર્ય, વાણીનું માન પણ અભિપ્રેત છે. જો કે ગિદર્શન પણ ધારણા, ધ્યાન અને સમાધિરૂપ સંયમના અધિકારી યુગના પ્રથમ અંગે યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહારને સિદ્ધ કરનારને જ કહે છે, તે પણ તેમાં તરતમતાઓ રહેલી છે. કાર્યોત્સર્ગમાં તે એ અંગના બધા અંગેનું સેવન અનિવાર્યપણે થતું હોવાથી સંપૂર્ણ ગક્રિયા રૂપ છે. મનસંયમ ઉપરાંત ઈન્દ્રિય જય-સંયમરૂપ પ્રત્યાહાર, આસનજય અને પ્રાણજયરૂપ આસન અને પ્રાણાયામ તથા કાયાના સંયમ વડે યમ નિયમનું પૂર્ણપણે પાલન થાય છે. કાયોત્સર્ગના લાભ કાત્સર્ગથી દેહની અને બુદ્ધિની જડતા દૂર થાય છે. વાત વગેરે ધાતુઓનું વૈષમ્ય દૂર થાય છે, તેથી દેહનું આરોગ્ય વધે છે. બુદ્ધિની જડતા દૂર થવાથી વિચારશક્તિ વિકસે છે. સુખદુઃખ તિતિક્ષા થાય છે. અનુકૂળ-પ્રતિકૂળ સંયોગમાં સમભાવ રાખવાની શક્તિ વધે છે. ભાવના તથા ધ્યાનને અભ્યાસ વધે છે. અતિચાર તથા દોષોનું ચિતન થાય છે. તેથી તેને સહેલાઈથી દૂર કરી શકાય છે, તેમ જ આત્મરતિમાં ઉત્તરત્તર વૃદ્ધિ પણ થાય છે. અભય–અષ–અખેદ “નમો અરિહંતાણં' પદના ધ્યાનથી અભય-અદ્વેષ-અભેદ એ ત્રણ ગુણોની સિદ્ધિ થાય છે. શ્રી અરિહંતના ધ્યાનથી અભય, અદ્વેષ અને અખેદની પ્રાપ્તિ થાય છે. ભય, દ્વેષ, ખેદ વગેરે આત્મશત્રુઓ નાશ પામે છે. શ્રી અરિહંતનું ધ્યાન એ અભેદ નયથી નિજ શુદ્ધાત્માનું સ્થાન છે. તે અભય, અદ્વેષ અને અખેદ આપે છે. આ. ૬૮
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy