SearchBrowseAboutContactDonate
Page Preview
Page 572
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૬ આત્મ-ઉત્થાનને પાયે, ત્રણ સુષ્ટિ, ત્રણ ગુણ, ત્રણ અવસ્થા અને ત્રણ વાણી ભૌતિક છે. અર્ધ માત્રા અભૌતિક છે. ભૌતિક અને અન્દ્રિયમાંથી, અભૌતિક અને અતીન્દ્રિયમાં જવા માટે અર્ધમાત્રા સેતુ બને છે. સર્જનમાંથી વિસર્જનમાં જવા માટે, ગુણેમાંથી ત્રિગુણાતીત થવા માટે, તુરીય અને તુરીયાતીત અવસ્થા પામવા માટે તથા “પરા” અને અનાહતમાં જવા માટે અર્ધ માત્રા એ દ્વાર છે. નાદને અવ્યક્ત દવનિ, ઈન્દ્રિયને ઘોંઘાટ શમી ગયા પછી શાન્તભાવે અનુભવાય છે. અહંકાર શમતા પ્રગટતા નમસ્કાર દ્વારા મૂર્તિમાં આત્માનું અમૂર્ત સ્વરૂપ નિરખી શકાય છે. નાદને નેહ, શ્રી નવકારના સતત જાપમાંથી જન્મે છે. પરમ તિ સ્વરૂપના દર્શનની લગની, શ્રી જિનપ્રતિમાના દર્શન-ધ્યાન આદિમાં રમતા વધવાથી પુષ્ટ થાય છે. આમ શ્રી નવકાર અને શ્રી જિનપ્રતિમા જીવમાત્રના કલ્યાણના કારણરૂપ છે, તેનું આલંબન એ જ આપણું લકય હે ! કાયોત્સર્ગને પ્રભાવ ઉપવાસથી ઈન્દ્રિય-જય, મને નિગ્રહ, વાસના ક્ષય અને પ્રાણસિદ્ધિ પ્રાપ્ત થાય છે. ઉપવાસ ત્રણ પ્રકારના છેઃ વાણીને ઉપવાસ તે માને છે. મનને ઉપવાસ તે ધ્યાન છે. શરીરને ઉપવાસ તે આહાર ત્યાગ અને એક સ્થાને સ્થિર આસન છે. શરીરના ઉપવાસથી ઈદ્રિયને જય, મનના ઉપવાસથી મને નિગ્રહ અને વાણીને ઉપવાસથી પ્રાણુનો વિજય થાય છે. કાયેત્સમાં ત્રણ પ્રકારના ઉપવાસને લાભ મળે છે. તેથી કાત્સગની ક્રિયાને શાસ્ત્રમાં અત્યંતર તપને ઉત્કૃષ્ટ એક પ્રકાર કહ્યો છે. આહાર ત્યાગરૂપ ઉપવાસની સાથે જેમાં મન, ધ્યાન અને એક સ્થાન સ્થિર થવાની ક્રિયા થાય છે, તે કાર્યોત્સર્ગને અભ્યાસ પાડવામાં આવે, તે તપને હેતુ જે કર્મક્ષય છે, તે અવશ્ય સિદ્ધ થાય છે. કાયેત્સર્ગ (કાઉસગ) કર્મને આવવાના દ્વાર-મન, વચન અને કાયા તેને નિરોધ કરે છે અને કર્મક્ષયના કારણે ઇન્દ્રિયજય, મને નિગ્રહ અને વાસનાક્ષયનું સેવન થવાની સાથે પ્રાણ સિદ્ધિ જેવું બીજું નામ વીર્યવૃદ્ધિ છે, તેને પણ લાભ મળે છે.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy