SearchBrowseAboutContactDonate
Page Preview
Page 545
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનનું ધ્યેય ૫૦૯ ચિત્તની એકાગ્રતા. વિશુદ્ધિને હેતુ ભાવના દ્વારા સધાતી “સમતા” છે અને એકાગ્રતાને હેતુ અભ્યાસ દ્વારા સધાતી “સ્થિરતા” છે. રાગાદિ દેશે આત્મસ્વરૂપને ઢાંકે છે, તેને વૈરાગ્ય-ભાવના વડે દૂર કરી શકાય છે અને રાગ-દ્વેષના હેતુઓમાં પણ માધ્યયભાવરૂપ પરમ ઔદાસીન્ય કેળવી શકાય છે. એકાગ્રતા માટે આત્મજ્ઞાન એકાગ્રતા માટે આત્મજ્ઞાનના પુનઃ પુનઃ અભ્યાસની આવશ્યક્તા રહે છે. સ્વ-સંવેદન જ્ઞાન વડે તે અભ્યાસ જ્યારે સ્થિરતાને પ્રાપ્ત કરે છે, ત્યારે આત્મનિશ્ચય દઢ થાય છે અને આત્મસ્વરૂપથી ભિન્ન એવા કર્મો ક્ષય પામે છે. એથી મુમુક્ષુ આત્માઓનું પરમ કર્તવ્ય નિર્મળ એવા ધ્યાનગનો આશ્રય લે તે છે. પ્રત્યેક કાર્ય તેની સામગ્રી સહિત જ ફળ આપે છે. ધ્યાનરૂપી કાર્યની મુખ્ય સામગ્રી થાતા, દયેય, ધ્યાન અને તેને ફળની વિચારણા છે. કથાનને વિષય જ્યારે શ્રી પંચપરમેષ્ટિ ભગવંતે બને છે, ત્યારે ચિત્ત ઉત્કૃષ્ટ વિશુદ્ધિને અનુભવે છે અને એકાગ્રતાનું કાર્ય સરળ બને છે. કયેય તરીકે શ્રી પંચ પરમેષ્ઠિનું આલંબન “પુણાલંબન' છે. તે વડે ધ્યાતા રવયં દયરૂપ બની જાય છે. પુણાલંબનને અર્થ જ એ છે કે દયાતાને જે સ્વરૂપ પામવું ઈષ્ટ છે, તે સ્વરૂપને જે સ્વયં પામેલા છે, તે શ્રી પંચ પરમેષિ ભગવંતેનું આલંબન, લેવું તે. ધ્યાનને વિષય અતિ ગંભીર છે, એથી યેગી પુરુષને પy અગમ્ય છે છતાં ગુરુભક્તિ દ્વારા તે ધ્યાન માર્ગમાં પણ અતિ ઉચ્ચ કોટિને વિકાસ સાધી શકાય છે, શ્રી પંચ પરમેષ્ઠિ આદિ પરમ તત્તના વિધિયુક્ત ધ્યાન વડે આપણે સૌ આત્મવિકાસ સાધીએ એ જ એક પરમ કર્તવ્ય છે. દયાનનું ધ્યેય મેક્ષ સાધક સર્વે અનુષ્ઠાનોનું યેય આત્માને અનુભવ છે, આત્મિક સહજ સમતા સુખને અનુભવ કરાવે તે જ છે. તે સર્વ સાધનાઓમાં આત્માનુભવ કરાવવાનું પ્રધાન સાધન ધ્યાન રોગ છે. કમગ, ભક્તિયોગ વગેરે ધ્યાન યોગનાં સાધન છે. ધ્યાનગના અનેક પ્રકાર છે. પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ, રૂપાતી આદિનું જ્ઞાન મેળવી તેને સતત અભ્યાસ કરવો જોઈએ. પ્રથમ પિંડસ્થ–પાંચ ધારણાએ. પછી પદસ્થ મંત્ર-જાપ વગેરે.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy