SearchBrowseAboutContactDonate
Page Preview
Page 544
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૮ આત્મ-ઉત્થાનનો પાયો ભાવિત બનાવવું પડે છે અને જ્યાં સુધી દઢ અધ્યવસાયથી દ્વિતીય સ્થાનમાં પ્રવેશ ન થાય, ત્યાં સુધીની અવસ્થાને ધ્યાનાન્તર કે દયાના નરિકા કહેવામાં આવે છે. સુનિમળ દયાનયોગ વિસ્તીર્ણ એવી દ્વાદશાંગીને સારી સુનિર્મળ ધ્યાનગ છે, એમ શાસ્ત્રકાર મહર્ષિએ ફરમાવે છે. દ્વાદશાંગી એટલે શ્રી જિન પ્રવચન તે સ્વયંભૂરમણ સમુદ્રની જેમ અગાધ છે, તેને સાર શ્રી નવકાર છે, એમ કહેવાય છે તેનું તાત્પર્ય પણ નિર્મળ થાનગ છે. | શ્રી નવકાર વડે ચિત્તની જે વિશુદ્ધિ થાય છે, તે જ દ્વાદશાંગી વડે થાય છે. અને દ્વાદશાંગી વડે પરિણામની જે વિશુદ્ધિ થાય છે, તે જ શ્રી નવકાર વડે થાય છે. આ કારણે સમર્થ એવા ચઢ પૂર્વધર પણ અંત સમયે ચાદ પૂર્વને સ્વાધ્યાય કરવા અસમર્થ બને ત્યારે સૈ પૂર્વના સારરૂપ એક શ્રી પંચપરમેષ્ટિ નમસ્કાર મહામંત્રના ધ્યાનમાં લીન બની જાય છે અને તે દ્વારા ઉત્કૃષ્ટ આત્મ-વિશુદ્ધિ કરે છે. / આત્મ-વિશુદ્ધિનું અનન્ય કારણ નિર્મળ થાનગ છે, પછી તેનું આલંબન શૈદ પૂર્વ બને કે તેના સારરૂપ એક શ્રી નવકાર બને. આ દષ્ટિએ શ્રી નવકાર, નવપદ, ચિપૂર્વ કે તેમાંનું કેઈ એક પદ પણ સમાન કાર્ય કરે છે. અને તે શુભામવ, સંવર અને નિર્જરા રૂપ છે, શ્રી જૈન શાસનમાં મને માર્ગ સંવર અને નિજ રારૂપ કહ્યો છે. તેનું પ્રધાન સાધન તપ છે અને તપનું પણ પ્રદાન અંગ ધ્યાન છે. તેથી ખાન એ મોક્ષને પરમ હેતુ છે. શ્રી તત્વાર્થ સૂત્રકાર ફરમાવે છે કે તપ વડે સંવર અને નિરા થાય છે, સંવર વડે અભિનવ કમને આશ્રવ રોકાય છે અને નિર્જ વડે ચિરંતન કર્મને ક્ષય થાય છે. ધ્યાન એ મોક્ષનો હેતુ છે, પણ તે સુવિશુદ્ધિ હેવું જોઈએ. મનથતિ રહિત તપ કે ચાનના બળે કવચિત્ અભવ્યને પણ નવમા કૈવેયક પર્વતની ગતિ સંભવે છે, પણ મેક્ષ-ફળ મળતું નથી. મુક્તિલક્ષી કોઈ પણ અનુષ્ઠાન ચિત્તની શુદ્ધિ માગે છે. શ્રી નવકાર વડે કે ચેક પૂર્વના કોઈ પણ પદના આલંબન વડે ચિત્તશુદ્ધિ અને એકાગ્રતા થતી હોવાથી, તેને નિર્મળ દયાનાગનું નામ આપી શકાય છે. | વિશુદ્ધ અને એકાગ્ર એવું ચિત્ત તે જ ઉત્તમ ધ્યાન છે. મિક્ષદાયક ઉત્તમ ધ્યાનની બે શરત છે: એક તે ચિત્તની વિશુદ્ધિ અને બીજી * ध्यानस्य सर्वेषां तपसामुपरि पाठो मोक्षसाधनेष्वस्थ प्राधान्यख्यापनार्थः । યોગશાસ્ત્ર, પ્ર. ૪, ટીકા * તારા નિર્જરા = | તત્વાર્થ સૂત્ર અ, લ, સૂત્ર ૩ * विशुद्धं च यदेकाग्र चित्तं तद् घ्यानमुत्तमम् । ઉપમિતિભવપ્રપંચા કથા પ્ર. ૮, બ્લેક ૭૨૮
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy