________________
૪૯૭
દેવ-ગુરુ પ્રત્યે રતિ વિશુદ્ધિ ધારણ કરતું જાય છે અને તેમ થતાં ગુરુના ઉરચ મન સાથેનો સંબંધ સાધવાની યોગ્યતાવાળું બને છે. કહ્યું છે કે –
'यस्य देवे परा भकि,-र्यथा देवे तथा गुरौ ।
तस्येते कथितार्थाः, प्रकाशन्ते महात्मनः ॥१॥ અર્થ: જેને દેવતત્વ ઉપર ઉત્કૃષ્ટ ભક્તિ છે અને તેવી જ ગુરુતત્વ ઉપર પણ છે, તે મહાત્માને શાસ્ત્રમાં કહેલા આ અર્થે પ્રત્યક્ષ થાય છે. જ્યાં આ બુદ્ધિ નથી આવતી, ત્યાં જ્ઞાનનો કે ઉપદેશને છેડે, બહુ બહુ તે શબ્દ-નાન કે વાચિકજ્ઞાનમાં આવે છે. પરંતુ અનુભવજ્ઞાનરૂપે અંતરમાં પરિણામ પામતું નથી.
ઉપદેશનું પરિણામ અનુભવ જ્ઞાનમાં આવે, એ માટે ઉપદેશાતા ગુરુ પ્રત્યે શિષ્ય બહુમાનવાળી ઉચ-બુદ્ધિ રાખવી જોઈએ.
ઉપદેશ કે શિક્ષણને હેતુ કેવળ બાવન અક્ષરોની રચનાવાળું શદાન આપવાને નથી, જીવનને પૂર્ણ, વિશુદ્ધ, ઉદાત્ત અને શક્તિશાળી બનાવવાનું છે.
આવું જીવન, ગ્રંથમાં વર્ણવેલી અને ઉપદેશમાં કહેલી વિગતે પિપટપાઠની પેઠે માત્ર બોલી જવાથી અથવા તેને શબ્દાર્થ માત્ર જાણી લેવાથી થતું નથી. પરંતુ સુગુરુના વિશુદ્ધ મનને અને શિષ્યની ઊતરતી પંક્તિના મનનને અનુકૂળ સંબંધ થવાથી થાય છે. એ અનુકૂળ-સંબંધ, ગુરુ પ્રત્યેની ઉચ્ચ બુદ્ધિથી જ થઈ શકે છે.
ગુરુને “ગુરુ” તરીકે માનવા, સમજવા તેમ જ સ્વીકારવાથી શિષ્ય નિજ આત્મશુદ્ધિની સાધનામાં સફળ થઈ શકે છે. સુગુરુ તે શિષ્યની આંખ તેમ જ પાંખ બને છે. ગુરુ એટલે ગુરુતેમના ચરણકમળમાં સર્વશવ ધરું! તે જરૂર મુક્તિપ્રકાશને વરું ! બસ, આ ભાવના હૃદયે ધરું અને આ સંસાર-સાગરને તરું ! સુશિષ્યના આ જ હૃદદગાર હોય છે.
5 |
દેવ–ગ પ્રત્યે રતિ મહામહની સામે સર્વથા નિર્મોહના અનુગ્રહને ભાવ જ બાથ ભીડી શકે. આવરણ પ્રચુર આત્માનું બળ કેટલું? અને સર્વથા નિરાવરણ વિશુદ્ધ પરમાત્માનું, તેમના અનુગ્રહનું, તે અનુગ્રહને ઝીલનારનું બળ કેટલું?
મહાબળવાન મહની સામે, અનંતબળી ભગવદ-અનુગ્રહ જ ટકી શકે, અણનમ રહીને વિજય અપાવી શકે. અશિક પણ મોહથી વ્યાપ્ત આત્મા, સ્વયમેવ માહને આ. ૬૩