SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ વિદેહી આત્મા વિશ્વના મોટાભાગના માનવે પિતાને દેહદષ્ટિથી જુએ છે, તેમજ તે જ દષ્ટિવડે જગતના જીવને પણ જુએ છે. એટલે નથી તેઓ આત્મ-ગૌરવશાલિતા પ્રાપ્ત કરી શક્તા કે નથી અન્યને આત્મીય તરીકે અપનાવી શક્તા. દષ્ટિમાં દહને સ્થાપવાથી આત્મા વગરના દેહ જેવું મંદ જીવન જીવવું પડે છે. જે દાસત્વનું સૂચક છે. જીવદષ્ટિએ જોતા જીવન કંઈક અંશે ગરિમાવંત બને છે, તેમજ તેટલા પ્રમાણમાં ગૌરવ સર્વ માટે ધારણ કરે છે. જ્યારે મનનાં ચશમાં–કાચનું સ્થાન આત્મા લે છે. ત્યારે અપૂર્વ ઝણઝણાટી સમગ્ર મનપ્રદેશમાં પેદા થાય છે કે, જેમાં પરમાત્મભાવની અનુભૂતિ હોય છે. તમે તમને કઈ આંખે જુએ છે? ચક્ષુ ઇન્દ્રિયની આ વાત નથી. અહીં તે વાત છે, મનની આંખની ! એ આંખમાની કીકીની. કીકીના સ્થાને આત્માને સ્થાપવાથી જીવનની સર્વોત્તમતાની સ્થાપનાના શ્રી ગણેશ થાય છે. પૂર્ણ દષ્ટિવંતને સ્વ તેમજ પરની પૂર્ણતાનાં દર્શન થાય છે, જીવન સદાય ભર્યું ભર્યું અનુભવાય છે તેમ આત્મદષ્ટિવંતને સમગ્ર જીવલેક એક જ કુટુંબ જે દેખાય છે. તેના પ્રતાપે તે કોઈને પણ તિરસ્કાર કરવારૂપ પાપ કરી શકતું નથી, પણ ઉત્તમ નિષ્પાપ જીવનના ચરમ શિખરને અધિકારી બને છે. માટે આ દષ્ટિ ઉઘડે તે માટે જિનનું દર્શન કરતાં રહેવાની ખાસ જરૂર છે. વિદેહી આત્મા... ! જેઓ પૂર્વજન્મ અને પુર્નજન્મમાં માને છે, તેમણે વિશ્વના સમસ્ત જી સાથે સર્વ પ્રકારના સંબંધે અનેકવાર થયાનું માનવું જ પડશે. તેથી સમગ્ર વિશ્વ પિતાનું કુટુંબ છે, એને સ્વીકાર કરે પડશે. પછી માતા-પિતાદિ સર્વ સંબધે સર્વ જીવે સાથે અનંતવાર થયા છતાં, તે જ છે સાથે સનેહના બદલે વૈર કેમ છે? એ પ્રશ્ન થશે. તેને ઉત્તર એ છે કે, એ સ્નેહની વચ્ચે દેહ આવે છે, અને જ્યાં દેહ છે, ત્યાં દેહને સ્વાર્થ રહે છે. એ સ્વાર્થ જ વૈરવિરોધનું મૂળ બને છે. તેથી જેઓને એ વૈરભાવથી મુક્ત થવું હશે, તેઓએ દેહ છતાં વિદેહની ભાવના કેળવવી પડશે. વિદેહની ભાવના એટલે દેહરહિત બનવાની ભાવના.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy