SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મ-ઉત્થાનને પાયો આત્મા સર્વનો છે. આત્માને માત્ર પોતાને ગણવો કે ગણાવે તે જ શું એક પ્રકારનું અજ્ઞાન નથી? પિતાના ધનને પોતાનું જ માનવું, પિતાના દેહને માત્ર પોતાને જ માન, પિતાના બળ, બુદ્ધિ અને જ્ઞાન ઉપર માત્ર પોતાને જ અધિકાર માન, એ પણ વિશ્વમાં જે દ્રોહ ગણાતે હોય, કૃપણુતા, પશુતા અને સ્વાર્થપરાયણતા ગણાતી હોય, તે પિતાના આત્માને માત્ર પિતાને ગણ અને પિતાના ભાવને પિતા સિવાય બીજા કોઈને માટે પણ ઉપયોગ ન કરે તે માટે દ્રોહ નથી? મેટી કુપણુતા, મેટી પશુતા કે મોટી સ્વાર્થપરાયણતા નથી? તન, ધન, મન, વચન કે સ્વજન, એમાં જે સર્વ કેઈને હકક હોય, તે તે બધાને સમગ્ર સરવાળે જે આત્મા, એ હરગીજ પિતાને નહિ, પણ સર્વને છે—એમ માનવું એ જ સાચું જ્ઞાન છે, એ જ સાચે ભાવ છે. જેમ જેમ આ વિચાર વિતરે છે, તેમ-તેમ જીવન અર્થપૂર્ણ બને છે. અને જ્યારે આ વિચાર સમગ્ર જીવલેકવ્યાપી બને છે ત્યારે જ આત્મા પરિપૂર્ણતાની પરાકાષ્ટાએ પહોંચીને પરમાનંદને ભાગી બને છે. આત્માને પિતાપણાને અંધારા ઓરડામાં ગાંધી રખાય તે તેને તેની સજારૂપે અનંત અંધકારમય દુર્ગતિઓમાં સબડવું પડે, આત્માને સર્વને માનવામાં સર્વાત્મ સમતાનું દર્શન થાય છે. દ્રષ્ટિસ્વરુપ देहदृष्टया तु दासोऽहं, जीवदृष्टया त्वदंशक । आत्मदृष्टया त्वमेवाऽहं, इति मे निश्चिता मतिः । અર્થ - દેહદષ્ટિથી જોતાં હું દાસ છું, જીવદષ્ટિથી જોતાં આત્મા છું, અને આત્મદષ્ટિથી જોતાં પરમાત્મા છું, એ મારો દઢ મત છે. ચમા જેમ ચામાં છે અને તેને કલર બદલવાથી જેમ દયને કલર બદલાય છે, તેમ મન પણ વિશ્વને જોવા માટે ચશમાના સ્થાને છે. જ્ઞાની જે દષ્ટિવડે જગતને જુએ છે, તે દષ્ટિવડે જેવાથી જ્ઞાનીનાં ચશમાનો ઉપગ કર્યો અને અજ્ઞાની જે દષ્ટિવડે જુએ છે, તે રીતે જોવાથી અજ્ઞાનીની દષ્ટિને ઉપયોગ કર્યો ગણાય.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy