SearchBrowseAboutContactDonate
Page Preview
Page 487
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૧ ૪૫૧ પ્રતિદિન અવશ્ય કરવા લાયક ક્રિયા સામાયિક ઈપથિકી (ઈરિયાવહી) સૂગ પરદયાને સૂચવે છે. “તસ્સઉત્તરી” સૂત્ર સ્વદયાનું ભાન કરાવે છે. કાયેત્સર્ગની ક્રિયા ગપ્રધાનતા સૂચવે છે. બીજાઓ જે રોગ પ્રાપ્ત કરવા અહર્નિશ પ્રયત્ન કરે છે, તે રોગની ઉત્તમ પ્રકારની ક્રિયા જેને વારસામાં મળેલી છે. કાત્સગ ધ્યાનની ક્રિયા છે. બંને સૂ વડે આત્માની શુદ્ધિ કર્યા પછી ધર્મપ્રવતક, પર પકારી શ્રી તીર્થકર ભગવંતેને નમન કરવારૂપી સ્તુતિનું કાર્ય કરવું જોઈએ. સ્તુતિ વડે જીવ જ્ઞાન-દર્શન-ચારિત્ર અને ધિલાભને મેળવે છે. આલંબન ઉપર છવની પરિણતિને આધાર છે અને ત્રણ જગતમાં સર્વશ્રેષ્ઠ આલંબન શ્રી તીર્થંકર પરમાત્માનું છે. એટલે જેમાં વીસ તીર્થંકર ભગવતેની સ્તુતિ સમાયેલી છે, તે લેગસ્સ' સૂત્રને વારંવાર સ્થાન અપાયું છે. એટલે સામાયિકની પ્રતિજ્ઞા પૂર્વે લેગસ્સ સૂત્ર ભણવું પડે છે. આ સૂત્ર ઉપર પુનઃ પુનઃ ચિંતન-મનન કરવાથી, શ્રી તીર્થકર ભગવંતે એ જેવી રીતે પિતાનાં કર્મોને ક્ષય કર્યો, તેવી રીતે આત્માને કર્મથી મુક્ત થવાને માર્ગ મળી આવે છે. સામાયિક પ્રતિજ્ઞા પૂરી બે ઘડી (૪૮ મિનિટ) સુધી સમભાવમાં રહેવાની પ્રતિજ્ઞા તે સામાયિકની પ્રતિજ્ઞા છે. ત્રણ વેગ (નેગ, વચનગ, કાગ) ત્રણ કરણ વડે સર્વ સાવવ(પાપ) વ્યાપારને ત્યાગ કરવો તે યથાર્થ સમભાવ છે. પૂર્વે સેવેલાં પાપકની નિંદા, વર્તમાનમાં તેને ત્યાગ અને ભવિષ્યમાં નહિ કરવાની ભાવના તેમાં દર્શાવાય છે. પડિકમામિ એ વૈરાગ્યવાચક છે. “પડિકમામિ એટલે હું પ્રતિકકું છું, પ્રતિકમવું એટલે પાપથી પાછા પડવું. પાપથી પાછા પડવામાં વૈરાગ્ય સમાયેલો હોય છે. નિંદા એ જ્ઞાનવાચક છે. જ્ઞાન એ કુપ-ત્યાગ માટે છે. ગહ એ શ્રદ્ધાવાચક છે. શ્રદ્ધા એ પશ્યસેવનતુલ્ય છે. વ્યુત્સર્ગ એ ચારિત્રવાચક છે. ચારિત્ર એ ૨સાયણસેવન છે. - અહીં તપ એ સર્વ રસાયણમાં શ્રેષ્ઠ મકરવજતુલ્ય છે. પછી ત્રણ નવકાર ગણવાના છે. ત્રણ નવકારમાં પ્રથમ એ પ્રારંભ મંગળ છે, બીજે સ્વાધ્યાયરૂપ છે અને ત્રીજો સમાધિ મંગળરૂપ છે.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy