SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મ-ઉત્થાનના પાયા તેમાં પ્રવતતાં થયેલા, લાગી ગયેલા દોષથી મુક્ત થવાની જે ક્રિયા તે ઇરિયાવહી. તેમાં ‘મિચ્છામિ દુક્કડમ્’ પદ આંતરિક પશ્ચાત્તાપસૂચક છે અશકય પરિહારને લઈને કોઈ પણ જીવને ત્રાસ ઉપજાવ્યા હોય, તે સર્વે મિથ્યા થાએ.’ અર્થાત્ ‘એ દોષથી હું મુક્ત થાઉં.' એવી તેમાં ભાવના છે. ૪૫૦ અલ્પ દોષથી પણુ આત્માને મુક્ત કરવા માટે કેટલેા ‘ઉપયાગ’ રાખવાની જરૂર છે, તે નીચેના ભેદોથી સમજાશે. ‘મિચ્છામિ દુક્કડમ્' અર્થાત્ ‘મારુ દુષ્કૃત મિથ્યા થાઓ' એ પદ્મથી કમબંધનનું દ્વાર બંધ થાય છે એ સાચું, પરંતુ એ દ્વાર ખંધ રાખવા માટે જરૂરી ઉપયાગમય અવસ્થામાં સહેજ પણ સ્ખલના યા પ્રમાદ સેવાઈ જાય છે. કુલ ૧૮,૨૪,૧૨૦ ભેદે આત્માને દ્વેષ લાગી જાય, કમના બંધ પડી જાય. ઇરિયાવહીયાના ભેદ આ ૧૮૨૪૧૨૦ ભેદની સ્પષ્ટતા નીચે પ્રમાણે છે, ૫૬૩ જીવભેદ. તેને ‘અભિહયા’ માહિ ૧૦ પદે ગુણતાં ૫૬૩૦ થાય. તેને રાગ અને દ્વેષ વડે ગુણુતાં ૧૧૨૬૦ થાય. તેને કરવું, કરાવવુ. અને અનુમેાવુ એ ત્રણ વડે ગુણતાં ૩૩૭૮૦ થાય તેને ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ ત્રણ કાળ વડે ગુણતાં ૧૦૧૩૪૦ થાય. ૧૦૧૩૪૦ ને ત્રણ કાળના ત્રિકરણાગે ગુણતાં ૩૦૪૦૨૦ થાય. તેને અરિહંત, સિદ્ધ, સાધુ, દૈવ, ગુરુ અને આત્મા એ ૬ વડે ગુણતાં કુલ ૧૮ ૨૪૧૨૦ થાય. આટલા ભેદે લાગતા દ્વેષથી ખચવા માટે, આત્માને મુક્ત રાખવા માટે કેવા ઉપ. ચાગની જરૂર ગણાય તે સમજાય તેવુ' છે. ઉપયેગપૂર્વક આપેલા મિચ્છામિ દુક્કડમ્થી આત્મા શુદ્ધ થાય, એમાં આશ્ચર્ય નથી. દરેક જીવ પ્રત્યે મૈત્રીભાવ કેળવવા માટે આ ‘મિચ્છામિ દુક્કડમ્' ઉચ્ચ પ્રકારનું શિક્ષણ આપે છે. જો તે સમજીને કરાય તે આંતરિક પરિણામની શુદ્ધિ કરાવી શુભ યાન વડે ઘાર પાપના પણ એક ક્ષણ વારમાં જ વિનાશ કરી આપે છે. સ્નાન કરીને શુદ્ધ થયા પછી ગૃહસ્થા વજ્રકાર ધારણ કરે છે તેમ ઇરિયાવહી પડિકમ્યા પછી, ‘તસ્સઉત્તરી' સૂત્રના પાઠ ભણાય છે. અન્ય જીવા પ્રત્યે થતા પાપના પ્રતિમધ થયા પછી, આત્મા અંતરથી પણ વિશુદ્ધ થઈને પાપક્રમ થી સČથા રહિત થાય એ હેતુથી કાયાના દરેક જાતના વ્યાપાર અટકાવીને કાર્યાત્સગ કરવાના છે.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy