SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૮ આત્મ-ઉત્થાનને પાયે તેવી જ રીતે મનુષ્યમાત્રના જીવનની સાથે સ્યાદ્વાદ એતત થઈને રહે છે. માણસ સુખપૂર્વક જીવનનિર્વાહ કરે છે, તેમાં સ્યાદ્વાદનું પાલન એ મુખ્ય કારણ છે. અને માણસ જ્યાં પરાભવ પામે છે, ત્યાં સ્યાદભાવના પાલનને અભાવ એ જ મુખ્ય કારણ છે. આ વસ્તુથી આપણે અજાણ છીએ તેથી જ સુખ-દુઃખમાં કે હાર-જીતમાં, સ્યાદ્વાદ સિવાય બીજાને તેને યશ-અપયશ આપવા મંડી પડીએ છીએ. વસ્તુતઃ તે હાર અને છતમાં મુખ્ય કારણ, સ્યાદ્વાદની હદમાં રહેવું યા તેનું ઉલ્લંઘન કરવું તે જ છે. આ રીતે અજાણતાં પણ સ્યાદ્વાઇનું પાલન, આજ દિન સુધી આપણને અનેક આપત્તિઓમાંથી ઉગારનારું બન્યું છે. બેલનાર પ્રત્યેક મનુષ્યને શબ્દપ્રયોગ કરે પડે છે, પણ તે બધાએએ વ્યાકરણનું વ્યવસ્થિત જ્ઞાન મેળવેલું હોય છે, એવું નથી હોતું. તેમ છતાં તેઓ સુસંબદ્ધ, વ્યવસ્થિત અને વ્યાકરણ ભણેલાની જેમ ભાષાપ્રયોગ કરી શકે છે, તેમ સ્યાદ્વાઇને નહિ સમજનારા પણ નૈસર્ગિક રીતે પ્રાપ્ત થયેલી શક્તિથી સ્યાદ્વાદનું વ્યવસ્થિત જ્ઞાન પ્રાપ્ત કર્યા વગર જ જીવનમાં સહજ રીતે સ્યાદ્વાદનું પાલન કરે છે અને તેથી પોતાના કાર્યમાં સફળતા પણ મેળવે છે. પણ તે ધેરી માર્ગ ન કહેવાય (ગણાય), કારણ કે તેમાં ગોથું ખાઈ જવાની સંભાવના છે. ઉન્મત્ત માણસ પણ કઈ વખતે સારું બોલે છે, તેમ કંઈ વખતે ઊંટવૈદું કરવાથી પણ સાજા થઈ જવાય, પણ સમજુ માણસે તેના ઉપર વિશ્વાસ મૂકતાં નથી, તેમ સમજણપૂર્વક સ્યાદ્વાદનું પાલન જીવનમાં કેમ થાય તે સમજવાની ખાસ જરૂર છે.. સ્યાદ્વાદનું શિક્ષણ સ્યાદ્વાર એક શ્રેષ્ઠ વસ્તુ છે, એ વાત આપણામાંથી અનેક સમજી શક્યા છે અને અનેકને સમજાવી શકે એવા પણ વિદ્વાન પુરુષે સમાજમાંથી મળી શકશે, છતાં પણ આ ક્ષેત્રમાં હજુ વધુ પ્રગતિ થવાની ખાસ જરૂર છે. યાદ્વાદને જીવનમાં કેવી રીતે ઉતારવે તે શિક્ષણ પ્રાપ્ત કરવા માટે તદ્દન નવા વિદ્યાર્થી બનવાની અને નવેસરથી એકડે ઘૂંટવા માટે પ્રયત્ન કરવાની જરૂર છે. જાણવા માત્રથી અને અનેકને સમાવવા માત્રથી કાર્ય સરતું નથી. સારી વસ્તુનું માત્ર વર્ણન કરવાથી કાર્ય સિદ્ધ થાય નહિ. વસ્તુ ગમે તેટલી સ્વાહિષ્ટ હોય, પણ તેને સ્વાદ અનુભવી શકાતું નથી. તેના સ્વાદને અનુભવ કરવા માટે તે વસ્તુ માં મુકવી પડે, તેમ સ્યાદ્વાદને ખરેખર લાભ ઉઠાવવા માટે તેને જીવનમાં ઉતા જોઈએ. જીવનમાં ઉતાર્યા સિવાય તેને વાસ્તવિક સ્વાદ આપણને મળી શકે નહિ. પછી ભલે આપણે જગતમાં સ્યાદ્વાદી કહેવાતા કે ગણાતા હોઈએ અને જે કઈ તેને જીવનમાં ઉતારે, તે નામથી સ્યાદ્ધવાદી કહેવાતા કે ગણતા ન હોય તે પણ તેને
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy