SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મ-ઉત્થાનને પાયે મનની બાંધી લીધેલી કલ્પના કે સંકલ્પ, કેટલાં ખળવાન અને સામર્થ્યશાળી હાય છે, તે આ પરથી સહેજે સમજાય છે. તેથી જ મહાપુરુષા મનને શિવસ’કલ્પવાળુ કરવા કહે છે. તન્મે મન શિવમંત્ત્વમતુ શિવસ'કલ્પ એટલે કલ્યાણના સંકલ્પ. ૪૦. જાગૃત પણે, દૃઢતાપૂર્વક, મનને વારંવાર આ સંસ્કારી વર્ડ વાસિત કરવાથી તે તેવું બનવા માંડે છે. મતલબ કે સારા સંસ્કારનું મળ વધતાં માઠાં સંસ્કારી હટી જાય છે અને મન શિવસ'કલ્પને માનતું થાય છે, આમ કરતાં કરતાં પ્રગતિ સધાય છે. અંતઃકરણ શુદ્ધ થતાં, શક્તિ અને સૂક્ષ્મતા પ્રાપ્ત થાય છે. માનવ–મન ‘નરમાંથી નારાયણ' બનવા માટે હોય છે. સાચુ' સુખ માનવના હૃદયમાં જે ઈશ્વરીય તત્ત્વરૂપ ઈશ્વર બેઠા છે, તેની સાથેના મિલનથી જ અનુભવી શકાય છે. અનેક જન્મેાના ઊલટા સૉંસ્કારો અને ખેટાં મૂલ્યાંકનાને લીધે માણસ પોતાની ષ્ટિ પરમાત્મા તરફ ન રાખતાં, જગત તરફ જ રાખે છે. વિષયા પ્રત્યે મનનું આકણુ મેળુ* પડતાં એક દિવસ એવા પણ આવે છે કે જયારે જીવ આત્મા વડે જ આત્મામાં સંતુષ્ટ રહી શકે. તે વખતે તેને ખાતરી થાય છે, કે તે પાતે જ બ્રહ્મ છે કાચ અને હીરાની ઓળખાણ પડચા પછી કાચને કાણુ વળગી રહે ? સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મ ચૈતન્યને આનંદમય અને પૂર્ણતાભર્યું સ’કલ્પ સંધાતાં, ખીજી ચીને તુચ્છ લાગે છે. ત્રણ લેાકનુ' રાજ્ય પણ લુપ્પુ' જણાય છે. અતી. ન્દ્રિય તત્ત્વના આનંદ માત્ર આત્મામાંથી જ આત્માને મળ્યા પછી ઇન્દ્રિયા નકામી નીવડે છે. 5 સાચા સુખને માગ તમે રાજમહેલમાં તપાસ કરશેા, ઝુંપડામાં શેષ ચલાવશે, સત્તાધીશાને પૂછશેા, દલિતાના અંતઃકરણ તપાસશે, વિદ્યાધામેામાં ભ્રમણ કરશેા, કલા-કારીગીરીની સુ'દરતા પર નજર ઠેરવશેા ! પણ ક્યાંય તમને સમાધાન કે શાન્તિ નહિ મળે. વૈભવામાં સુખ દેખાય છે તે માત્ર જોનારને, ભાગવનારને નહિ! દીવા નીચે માત્ર અંધારું જ જણાશે, જો ચાંય સુખની રોટલી જોવા મળે છે, તે તેમાં દુઃખની કાંકરીએ ભળેલી જ હોય છે, એકની પાસે અમુક વસ્તુ છે, એટલે એ સુખી છે-એવુ' કહેવા જેવી સ્થૂલ વસ્તુ ‘સુખ ’ નથી. સુખ-દુઃખ એ મનુષ્યને પ્રાપ્ત થતી ઘટનામાં મનુષ્ય પોતે પણ એક ઘટક છે. જીવનની પરિસ્થિતિ છે. એ પરિસ્થિતિની એટલું જ નહિ, તે ઘણું જ અગત્યનું ઘટક છે.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy