SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ શિવ શુભ સંકલ્પ ૩૯૯ ભર્તૃહરિ વૈરાગ્યવાસિત થઈ વનમાં વિચરતા, વડલાના એક ઝાડ નીચે વિશ્રામ કરવા બેઠા. પછી હાથનું ઓશિકું બનાવીને અંતર્મુખ થયા. તેવામાં ગામની બહેને ત્યાં આવેલા ગામકૂવે પાણી ભરવા આવી. અને હાથનું એશિકું કરીને ઊંધેલા ભર્તુહરિને જોઈને બોલી : “જુઓને રાજપાટ છોડવા છતાં હજી એશિકાનો મેહ નથી ગયો.” આ ટકેરને ઉપકારક સમજી ભતૃહરિએ પોતાના બંને હાથ માથા નીચેથી ખેંચી લઈને પિતાની છાતી ઉપર ગોઠવ્યાં. એટલે બીજી એક પનિહારી બેલી ઊઠી, “જુઓને જરા ટકોર કરી, તેમાં પણ ગુસ્સે થઈને હાથ ખસેડી લીધાં.” આ ટકોરથી ચકોર ભતૃહરિ તરત જ સ્વસ્થ થઈ ગયાં અને ત્યાં જ નિર્ણય કર્યો કે લેકસંશા યાને લેક-અભિપ્રાયને કદી ન અનુસરવું, પણ લોકના નાથ અને તેમનાં વચનને જ વફાદાર રહીને જીવન જીવવું. લેકસંજ્ઞાથી પર બનવાનું કામ સહેલું નથી. તે માટે શ્રી પંચ પરમેષ્ટિ ભગવંતેનું અવલંબન લેવું જોઈએ. જે સહાય કરે તે સાધુ છે અને જે જ્ઞાન આપે તે ગુરુ છે. તેથી શ્રી પંચ પરમેષ્ટિ ભગવંતે દષ્ટિ બદલવામાં સહાયક છે, માટે પરમ સાધુ છે અને સાચું જ્ઞાન આપીને અજ્ઞાનરૂપી અંધકાર દૂર કરી રહ્યા છે, માટે પરમ ગુરુ છે. તેમના અવલંબને આપણી અગ્યતાને હૃાસ અને ગ્યતાઓને વિકાસ શક્ય છે, તેથી તેને જ એક પરમ ગુરુ માનીને, તેમના ચરણમાં સેવક બનીને, તેમની જ ઉપાસનામાં રક્ત રહેવું જોઈએ. બીજાઓને પણ એ રીતે જ સહાયક બની શકાય. બીજી કોઈ રીતે સાચા સહાયક બનવામાં ઉપયોગી થઈ શકતી નથી. એ દષ્ટિબિંદુ કેળવવાથી મન ઉપર પેટે ભાર ઊતરી જાય છે. મન હલકું બને છે, તેની સાનુકૂળ અસર દ્રવ્ય-ભાવ ઉભય પ્રકારના સ્વાસ્થય પર થાય છે. સૃષ્ટિ પર ભાર આપવાને બદલે સ્વ પર દષ્ટિ પર આવવાથી વૈષમ્યને પચાવવાની શક્તિ આવે છે. સામ્ય સુલભ બને છે વ્યક્તિગત રાગ-દ્વેષ વિલીન થાય છે અને સમષ્ટિગત એક નવી દષ્ટિ પ્રાપ્ત થાય છે. Personality વિલીન થઈને Individuality દ્વારા Universality zya Supremacy 4914 8. આ દષ્ટિને પરમેષ્ઠિ–દષ્ટિ કહે છે. ક “શિવ” શુભ સંકલ્પ તમારે આનંદ તમારા પિતાના ઉપર નિર્ભર છે, અન્ય કશા પર નહિ. આત્મ-મંથન અને આત્મ-સંશોધનથી માણસને સમજાય છે, કે પતે કેણ છે, કે છે, તેમ જ પોતાની ખામીઓ ને ખૂબીઓને જોઈ—જાણી શકે છે. સત્તાથી જીવ પોતે જ બ્રહ્મ છે, પણ એમ તે માનતા નથી, તેથી જ તે ક્ષુલ્લક બની રહે છે. કર્મબદ્ધ છવ પિતે ક્ષુલ્લક છે, છતાં પોતે પોતાને તે માનતે નથી; તેથી જ તે અભિમાનમાં રહે છે.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy