SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૮ આત્મ ઉત્થાનને પાયે કરતે હોય છે, માટે તેનાથી મહાન પુણ્યની અભિવૃદ્ધિ થાય છે પરંતુ દાન લેનાર જીવો પણ દાતાના દાનાદિ ઉત્તમ ગુણેની સાચી પ્રશંસા અનુમોદના કરવા દ્વારા પાતાની યેગ્યતા અનુસાર પુણ્યના ભાગી બને છે. - મેક્ષ-પણ પરોપકાર સ્વરુપ એક આત્મા સિદ્ધપદ પ્રાપ્ત કરે છે, ત્યારે અવ્યવહાર રાશિમાંથી એક જીવને ઉદ્ધાર થાય છે. આ નિયમ અનુસાર આપણા ઉપર પણ સિદ્ધ ભગવંતના મહાન ઉપકારનું ઋણ, ઉપકારને ભાર રહેલો જ છે. મુક્ત અવસ્થા એટલે કે સિદ્ધપદ, એ કેવળ પરેપકારમય અવસ્થા છે, એમ એક અપેક્ષાએ કહી શકાય છે. કારણ કે સિદ્ધ ભગવંત સ્વયંપૂર્ણ અને કૃતકૃત્ય હોય છે. તેઓ આત્માના સંચ્ચિદાનંદ સહજ સ્વરુપમાં જ સકા લયલીન હેય છે. આઠે પ્રકારના કર્મો, અઢારે પ્રકારના દેશે અને સમગ્ર ઈચ્છાઓથી રહિત હોય છે. તેથી દયેય રૂપે ભવ્યાત્માઓને ઉપકારી બને જ છે અને કોઈ પણ જીવની પીડાહિંસામાં લેશતઃ પણ સ્વયં નિમિત્તભૂત બનતા નથી. માટે સિદ્ધ અવસ્થા એ જીવની પરમાનંદમય અને પરમ પરોપકારમય અવસ્થા છે. તેઓ પિતાના અસ્તિત્વ માત્રથી મહાન પરોપકાર કરી રહ્યા છે. શરીરી અવસ્થામાં જ્યાં સુધી મન, વચન અને કાયાના સૂક્ષમ સ્પંદને ચાલુ હેય છે, ત્યાં સુધી એટલે કે તેમાં સગી ગુણસ્થાનક સુધી પણ શાતા વેદનીય કર્મને બંધ ચાલુ હોય છે, એની પાછળનું કારણ યુગના સૂક્ષમ સ્પંદનથી થતે શુભાશ્રવ છે. જ્યારે સિદ્ધ અવસ્થા એ ગાતીત અને સંપૂર્ણ કમરહિત અવસ્થા છે. તેથી સંપૂર્ણ અહિંસકભાવ ત્યાં હોય છે. આ અપેક્ષાએ સિદ્ધપદની કેવળ પરોપકારમયતા ઘટી શકે છે. પંચ પરમેષ્ટિએમાં અરિહંત પરમાત્માને આપવામાં આવેલું પ્રાધાન્ય, તે પણ પરોપકાર ગુણનાં પ્રકર્ષની અપેક્ષાએ જ છે અને તેમને સર્વોત્કૃષ્ટ લકત્તર ઉપકાર એ જ છે. કે સિદ્ધપદની વાસ્તવિક ઓળખ તેઓ આપે છે. સિદ્ધ અવસ્થા એટલે કે મુક્તિ એ જ અંત વિનાની અવિનાશી અવસ્થા છે અરિહંત, આચાર્ય, ઉપાધ્યાય કે સાધુ અવસ્થા સાદિ સાંત છે, પણ સિદ્ધપદ સાદિ અનંત છે, માટે જ માનવ જીવનનું પરમ અને ચરમ લક્ષ સિદ્ધપદ છે. પુણ્યથી શુદ્ધ ઉપયોગ અશુદ્ધમાંથી શુદ્ધ તરફ જવા માટે શુભ-ભાવ એટલે કે પુણ્યને આશ્રય લે જરૂરી છે. શુભભાવના માધ્યમ વિના આત્માને અશુદ્ધ ઉપગ દૂર થતું નથી. તેમજ શુદ્ધ ઉપગની તેને પ્રાપ્તિ પણ થતી નથી. રાગ-દ્વેષ અને મોહને આધીન બનેલા આત્માઓનો ઉપયોગ અનાદિકાળથી અશુદ્ધ બનેલું હોય છે. તેને શુદ્ધ બનાવવા માટે
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy