SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૬. આમ-હત્યાના પાયે સ્વ–પર હિતકર બને છે પરંતુ એ ભાવે પોતાના (જીવ) પૂરતા જ ભાવવામાં આવે તે દોષ રૂપ બને છે. અર્થાત્ સ્વ–પર અહિતકર બને છે. અહિંસા આદિ વ્રતના પાલનથી જેમ ભાવપ્રાણની રક્ષા અને જન્મ-મરણ આદિના કારણભૂત અશુભ કર્મોને નિરોધ થતાં, આત્મહિત થાય છે, તેમ બીજા નાં પણ દ્રવ્યપ્રાણની રક્ષા અને પીડાને પરિહાર વગેરે થવાથી પરહિત થાય છે. - આ રીતે પકાર અને પરોપકાર એક જ કાર્યના બે પાસાં હોવાથી બંને છૂટા પાડી શકાય તેમ નથી. સાધ્ય રૂપે પકારને અને સાધનરૂપે પોપકારને જ જીવનમાં પ્રાધાન્ય આપવું જોઈએ. એ પાપકાર સા પકાર (સાધક) બની રહે તે માટે કૃતજ્ઞતાનો ભાવ પણ અવશ્ય કેળવવો જોઈએ. અન્યથા પર પકાર અહંકારને પોષક બની જતાં, - પકારને બદલે સ્વ-અપકાર (અહિત) નું જ કારણ બની જાય છે અને તે જ શુભઅશુભ કર્મને બંધનું કારણ બને છે. શુદ્ધિ-શુભનું પ્રદાતા પુણ્ય ગુણ પ્રાપ્તિને ઉપાય કૃતજ્ઞતા, પરોપકાર આદિ સદગુણની પ્રાપ્તિ-ગુણીજનોના બહુમાનથી થાય છે, ગુણાનુરાગ અને ગુણ-બહુમાનથી આપણું હદયભૂમિમાં ગુણરૂપી બીજનું વાવેતર થાય છે પૂર્ણ ગુણ પરમાત્મા અને પરમગુણ સદગુરુ આદિ ગુણી પુરુષના આદર, બહુમાન, તેમની સેવાભક્તિ તથા આજ્ઞાપાલન કરવાથી આપણાં ચિત્તરત્ન ઉપર ચડેલી દુર્ગુણની મલિનતા દૂર થાય છે. એથી આત્મશુદ્ધિની પ્રેરણા મળે છે અને એ દ્વારા અનેક પ્રકારની સદ્દભાવનાઓ જાગૃત થાય છે. ગુણ અને ગુણના બહુમાનપૂર્વક સાચા દિલથી જ ગુણપ્રાપ્તિ માટે પરમાત્મા પાસે પ્રાર્થના કરીએ, તે આ જીવનમાં પણ સદગુણે અવશય પ્રાપ્ત થાય છે. માટે જ ચૈત્યવંદનની વિધિમાં અવશ્ય બલવામાં આવતાં જયવીયરાય-પ્રાર્થના સૂત્ર દ્વારા ભક્તાત્મા, ઉત્તમ ગુણની અને મોક્ષમાર્ગની મંગલ આરાધના નિવિદને થઈ શકે, તેવા પ્રકારની ઉત્તમ સામગ્રીની પ્રભુ પાસે માંગણી કરતે કહે છે હે ભગવન્! આપનાં કૃપા-પ્રસાદના પ્રભાવે મને ભવનિર્વેદ, માર્ગાનુસારિતા, ઈષ્ટફળ-સિદ્ધિ, લોકવિરુદ્ધ કાર્યોને ત્યાગ, ગુરુજનપૂજા, પરાર્થકરણ અને શુભ ગુરુને ભેગ તથા તેમનાં વચનની સેવા આદિ ઉત્તમગુણેની પ્રાપ્તિ થાઓ, “હાઉમાં તહ પ્રભાવ ભય ભવનિઓ !”
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy