SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થભક્તિ-પ્રભુભક્તિ ૩૨૩ મળે છે. મુક્તિ ન મળે ત્યાં સુધી આ શ્રી શત્રુંજયતીર્થના સાચા સેવકને તન, મન, ધન, પુત્ર, પરિવાર અને સ્વર્ગાદિકના સુખે તથા પરંપરાએ મુક્તિ રમણીને પણ સ ગ થાય છે. શ્રી શત્રુંજય તીર્થનો આ મહિમા તેની લોકોત્તર દ્રવ્યતીર્થતામાં રહેલો છે. ભાવનું કારણ તે દ્રવ્ય, એ અર્થમાં શ્રી શત્રુંજય સાચું તીર્થ છે. શ્રી જિનમતમાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ જ ભાવતીર્થ છે. અને તેના હેતુરૂપ દ્રવ્યતીર્થોમાં શ્રી શત્રુંજય મહાતીર્થ શિરેમણિભાવને ભજે છે. શ્રી શત્રુંજય ગિરિરાજના કાંકરે કાંકરે અનંત કટિ સિઘની સ્થાપના છે. આમ તે અઢી દ્વીપ અને બે સમુદ્ર પર્વત મનુષ્ય લોકમાં એવું કેઈ સ્થાન નથી કે જેને સ્પર્શીને અનંતકાળની અપેક્ષાએ અનંત સિદ્ધ મુક્તિરામણીને ન વર્યા હેય. સિદ્ધશિલા ૪૫ લાખ જનની છે. મનુષ્યલકમાં આર્યક્ષેત્ર કરતાં પણ અનાયક્ષેત્રની અને અનાર્યક્ષેત્રે કરતાં પણ સમુદ્રોના વિસ્તારની સંખ્યા ઘણી મોટી છે. છતાં દેવાદિના ઉપસર્ગો પામીને અનાર્યક્ષેત્ર અને સમુદ્રજળોમાં પણ સિદ્ધિ પામેલા જીની સંખ્યા અનંતકાળની અપેક્ષાએ અનંત કેટિની થાય છે. તે પછી આ ક્ષેત્રે અને તીર્થસ્થળોને સ્પર્શીને અનંત કોટિ આત્માઓ સિદ્ધિને પામ્યા હોય તેમાં આશ્ચર્ય જ શું? અનંતકોટિ સિદ્ધસ્થાન આમ છતાં અનંત કટિ સિદ્ધના સ્થાન તરીકે પ્રસિદ્ધિ શ્રી શત્રુંજયતીર્થ ભૂમિની જ શા માટે? એ પ્રશ્નનું સમાધાન પ્રખર તાર્કિક અને પરમ બુદ્ધિનિધાન, ષશાસ્ત્રવેત્તા વાચકપ્રવર શ્રી યશવિજય મહારાજ નીચેના શબ્દોમાં ફરમાવે છે: "एतेन सिद्धाचलादेराराध्यत्वमपि व्याख्यातं ज्ञानदर्शनचारित्ररूपभावतीर्थहेतुत्वेनाऽस्य द्रव्यतीर्थत्वादनन्तकोटिसिद्धस्थानत्वस्याऽन्यत्राविशेषेऽपि स्फुटप्रतीयमानतद्भावनयैवाऽत्र विशेषात् । अनुभवादिना तथा सिद्धौ श्रुतपरिभाषाभावस्यातंत्रत्वादन्यथाचतुवर्णश्रमणसंघे तीर्थत्वं, तीर्थकरे तु तद्वाह्यत्वमित्यपि विचारकोटि नाटीकेत । व्यवहारविशेषाय यथा तथा परिभाषणमपरिभाषणं च न व्यामोहाय विपश्चितामिति स्थितं !॥ (-प्रतिमाशतक स्वोपज्ञ टीका) અર્થ : “આથી શ્રી સિદ્ધાચલાદિ તીર્થોનું આરાધ્યપણું જણાવ્યું. જ્ઞાન દર્શન-ચરિત્રરૂપ ભાવતીર્થના હેતુપણાથી એનું દ્રવ્યતીપણું છે. અનંત કેટિ સિદ્ધના સ્થાનરૂપે અન્ય ક્ષેત્રોથી તેની વિશેષતા નથી, પરંતુ તીર્થની સ્થાપના વડે થતા કુટ પ્રતીયમાન અર્થાત્ સ્પષ્ટપણે અનુભવાતા ભાવ વડે તેની વિશેષતા છે. અનુભવ અને આદિ શબ્દ વડે આગમથી અને અનુમાનાદિ પ્રમાણેથી તે સિદ્ધ છે. શ્રતની પરિભાષા કઈને આધીન નથી. જો તેમ હોત તે ચતુર્વણ શ્રમણ સંઘને તીર્થ અને તીર્થંકર દેવને તીર્થબાહ્ય કહ્યા છે, તે વિચારની કેટિમાં ટકી શકે નહિ. અમુક પ્રકારના વ્યવહાર માટે જેમ તે પરિ
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy