SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૬ આત્મ-ઉત્થાનના પાયા વ કાળમાં પ્રવેશ થતાંની સાથે ભવની યૌવનાવસ્થા આવે છે અને વિવેકરૂપી ચક્ષુ પ્રાપ્ત થાય છે, એટલે તરત જ ભગવાનના મહિમા સમજાય છે. · ભગવાન અનંત પ્રેમથી ભરેલા છે” એ શાસ્ત્ર સત્ય સમજાય છે. તેની સાથે જ ભગવાન પ્રત્યે આન'ઃ પ્રેમ ઉભરાય છે. દુનિયામાં પ્રેમ નામ ધરાવનારા જેટલાં તવા છે, તે સČમાં ભગવાનનું સ્થાન સર્વોચ્ચ છે. ભગવાનના પ્રેમ જેવા પ્રેમ ધરાવવાની શક્તિ કેાઈનામાં આવી નથી. આ સમજણુ આવતાંની સાથે જ ભગવાન ઉપર અવિહડ પ્રીતિ-ભક્તિ જાગે છે. એ પ્રીતિ-ભક્તિને આદિ હાય છે, પણ અંત હોતા નથી. સાદિ અન"ત સ્થિતિવાળી પ્રીતિ પ્રભુ સાથે જ થઈ શકે, ખીજા સાથે નહિ, એવા શાસ્રીય નિયમ પછી યથાર્થ પણે સમાય છે. પરમને પ્રણામ ખીજાનાં દુઃખ દૂર કરવાં તે પરમાત્માના સ્વભાવ છે, તેથી પરમાત્મા નિત્યવંદનીય છે. ઘણા કહે છે કે પરમાત્માને વક્રન કરવાથી ચા લાભ? પરમાત્માને વ'દન કરવાથી ]પાપની સાથે પાપબુદ્ધિના પણ નાશ થાય છે, કારણ કે પરમાત્મા સર્વથા નિષ્પાપ છે. પરમાત્માને વક્રન કરવાથી અવ`દનીય પદાર્થોને વંદન કરવાની નબળાઈ દૂર થાય છે. વદન એકલા શરીરથી નહિ, પણ શરીરની સાથે મન અને હૃદયથી કરવું જોઈએ. તેથી મન અને હૃદયમાં પ્રભુતા પ્રગટે છે અને પશુતા પલાયન થઈ જાય છે. દુઃખમાં સાથ આપે તે ઈશ્વર. સુખમાં સાય ઈશ્વરના ધ્યાનથી શાંતિ પ્રાપ્ત થાય છે. જ્યારે જીવ કારણે સુખમાં સૌ સાથ આપે છે, દુઃખમાં કોઇ સાથ નથી આપતું. આપે તે જીવ-અર્થાત્ દુઃખમાં સુખમાં જ સાથી છે. સ્વાથના જીવ પ્રભુના ધ્યાનથી પળ માટે પણ દૂર થાય છે ત્યારે વિષયા કષાયેા તેને ઘેરી લે છે. પ્રભુના ધ્યાનમાં પ્રભુની આજ્ઞા પ્રમાણે વર્તવામાં વિષયે વેગળા રહે છે, માટે પ્રત્યેક કાર્યના પ્રારભમાં પ્રભુને પ્રણામ કરે. પ્રણામથી પ્રસન્ન થાય તે પરમાત્મા છે અને પટ્ટાથી પ્રસન્ન થાય તે જીવાત્મા છે. પરમાત્માને પ્રણામ નહિ કરનારા પણ પોતાની આવશ્યકતાને પ્રણામ કરે છે એના અં.એ થયા કે આ દુનિયામાં કાઈ એવા જીવ નથી કે જે પ્રણામ કર્યા સિવાય રહી વ્યકતા હાય. પરમાત્મા એ જ જેની પરમ આવશ્યકતા છે તે પરમાત્માને પ્રણામ કર્યાં સિવાય રહી શકતા નથી.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy