SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસમ અને આત્મપૂર્ણ દૃષ્ટિ ૩૦૫ પ્રેમ એ રાગ નથી. રાગ એ પ્રેમને અભાવ છે. તે ઘણાથી વિપરીત વસ્તુ છે. રાગ અને ઘણાની જોડી છે. શગ કેઈ પણ સમયે ઘણામાં પરિવર્તિત થઈ શકે છે, પ્રેમ નહિ! પ્રેમ એ ઘણા અને રાગથી જુદી વસ્તુ છે, તે ઉપેક્ષા પણ નથી. ઉપેક્ષા માત્ર અભાવ છે. પ્રેમ એક અત્યંત અભિનવ શક્તિને સદભાવ છે. તે શક્તિ પોતાનામાંથી સહુના પ્રત્યે વહે છે, બધાથી આકર્ષિત થઈને નહિ, પણ પિતાનામાંથી સ્કુરિત થઈને વહે છે. પ્રેમ સંબંધમાં સીમિત હોય તે તે રાગ છે. તે અસંબંધ હોય તે અહિંસા છે. અસંબંધ, અસંગ, સ્વયં-કુતિ આ બધા એક જ અર્થ છે. પાડે તે પ્રેમ નહિ, પણ રાગ, તારે તે પ્રેમ! પ્રેમમાં પડવાનું હોય જ નહિ, ચઢવાનું હોય છે. આત્મા આત્માને ઓળખે, આવકારે અને અપનાવીને આલિંગે એ પ્રેમની પ્રક્રિયા છે. પ્રેમનો પરિધ લેકવ્યાપી છે. જ્યાં સુધી કોઈ એક પણ જીવ તરફને દ્વેષ હૈયામાં હોય, ત્યાં સુધી “પ્રેમ” પૂરે પાંગર્યો ન કહેવાય. કારણ કે પ્રેમમાં છેષને સ્થાન નથી હોતું, માટે જ પ્રભુ પ્રેમ સર્વશ્રેષ્ઠ ગણાય છે. તે જ સાથ છે, તે જ તારક છે. વીતરાગ પરમાત્મા વિશ્વ વાત્સલ્ય યુક્ત છે. એમની ભક્તિ દ્વારા આપણે પણ સાચા પ્રેમના પાત્ર બની શકીશું. આત્મસમ અને આત્મપૂર્ણ દૃષ્ટિ સર્વ જીવોને આત્મતુલ્ય જેવાથી સ્વાર્થવૃત્તિ મળી પડે છે અને નિવાર્થવૃત્તિ પ્રબળ બને છે. સિદ્ધ ભગવંતે સર્વજીને તુલ્ય દષ્ટિથી અને પૂર્ણ દૃષ્ટિથી સાક્ષાત્ જુએ છે. કઈ પણ જીવને પરિપૂર્ણ જ, એ એના ઉપરના અનંત પ્રેમને સૂચવે છે. માતા પિતાના બાળકને જે રીતે પૂર્ણ દૃષ્ટિથી જોઈ શકે છે, તે રીતે બીજા જોઈ શકતાં નથી. માટે જ માતાનો પ્રેમ, બીજા બધાના પ્રેમ કરતાં ચઢિયાતે ગણાય છે. સિદ્ધભગવંતેને સંસારના સકળ છ પ્રત્યે અનંત પ્રેમ છે અને તે નિરંતર વૃદ્ધિ પામવાના સવભાવવાળે છે. મતલબ કે સંસારાવસ્થામાં રહેલા છે ગમે તેટલા દેથી ભરેલા હોય, તે પણ તેમનું શુદ્ધ સ્વરૂપ સિદ્ધ પરમાત્માના જ્ઞાનમાં સાક્ષાત છે, તેથી તેમને પ્રેમ પૂર્ણ જ રહે છે. માતાનો પ્રેમ જેમ તેના બાલ્યકાળમાં પારખી શકાતું નથી, તેમ અચરમાવર્તરૂપી ભવના બાલ્યકાળમાં સિદ્ધ પરમાત્માને પ્રેમ ઓળખી શકાતું નથી. પરંતુ ચરમાઆ. ૩૯
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy