________________
પ્રભુભક્તિનું મુખ્યસત્ર
કાચ અને મણિની ઉપમાથી શ્રી તીર્થંકર પરમાત્માની, અન્યથી વિશિષ્ટતા સમજાય છે. શ્રી તીર્થંકર પરમાત્માઓની જાતિ જ આ રીતે શાસ્ત્રકારોએ જુદી માનેલી છે. તે પછી અન્ય છ તેમનું ગમે તેટલું અનુકરણ કરે, તે પણ તેવી ઉત્કૃષ્ટ ભાવનાને કેવી રીતે મેળવી શકે? જીવ પ્રત્યે કલ્યાણભાવના | સર્વ જીવોના કલ્યાણની ભાવના તે રહી, પરંતુ કેઈ એકાદ જીવના કલ્યાણની ભાવના પણ જે આત્મામાં વસી જાય છે તે પણ ઉચ્ચ પુણ્ય પ્રકૃતિને બંધ કરાવનાર થાય છે. તે પછી સર્વ જીવોના કલ્યાણની ભાવના, તેમને દુઃખમાંથી અને કર્મની જાળમાંથી છોડાવવાની ઉત્કટ કરુણા જેઓના હૃદયમાં પોતાની અનાદિકાલીન યેગ્યતાના બળે ઉત્પન્ન થાય, તેઓ સર્વ પુણ્યમાં શિરોમણિ એવું પુણ્યકર્મ નિકાચિત કેમ ન કરે?
તે પુણ્ય, તીર્થકર નામકર્મના મનપુણ્ય તરીકે શામાં પ્રસિદ્ધ છે. જેનાથી ત્રિભુવનપૂજ્ય પણું પ્રાપ્ત થાય છે. જે પુણ્યના ભેગાળે ત્રણ ભુવનને ઉપકારક તીર્થ સ્થપાય છે. જે તીર્થ, શ્રી તીર્થંકરદેવના નિર્વાણ બાદ પણ વિશ્વમાં કાયમ રહીને પિતાના અસ્તિત્વ પર્યત, ભવ્યજીવોને મુકિત પામવાનું અનન્ય સાધન બને છે.
વિશ્વમાં આવી ઉચતમ ભાવના શ્રી તીર્થકરના આત્મા સિવાય બીજાઓમાં પ્રગટી શકતી નથી, એમ લલિત વિસ્તરા ગ્રન્થ સાક્ષી પૂરે છે. ઉત્કૃષ્ટતમ આ ભાવનાના બળથી જ તીર્થકર નામકર્મ બંધાય છે, નિકાચિત થાય છે, ધર્મતીર્થ પ્રવર્તે છે, અધર્મને નાશ થાય છે અને જીવનું શાશ્વત કલ્યાણ થાય છે.
આમ કેમ બનતું હશે? તે માટે કર્મને નિયમ છે. જે અટલ છે, અકાય છે.
કરે તેવું પામે, વાવે તેવું લણે.” એ કહેવત તે નિયમની અકાયતામાંથી સાકાર બનેલી છે તેને મિથ્યા કેઈ કરી શકતું નથી.
શ્રી તીર્થંકરદેવેનું આ વાત્સલ્ય કઈ એક જીવ માટે નથી, સર્વ જીવો માટે છે. પ્રત્યેક જીવનું સ્થાન તેમના હદયમાં, અપેક્ષાએ પોતાના આત્માંથી પણ અધિક છે.
અમને તે એમ લાગે છે કે શ્રી સિદ્ધષિ જેવા મહાપુરુષનું ચિત્ત ચલિત થયા પછી પણ શ્રી જિનમતમાં અવિચળ સ્થિરતા પ્રાપ્ત થઈ હોય તો તેમાં શ્રી તીર્થકર ભગવંતેમાં પરાર્થવ્યસનીતા અને સ્વાર્થ—ઉપસર્જનતા અકૃત્રિમપણે-સહજપણે અનાદિકાળથી રહેલી છે-એ ઉલ્લેખની અસર પણ હેવી જોઈએ. વિશ્વના પ્રભુ બનવાની, ત્રણ લેકના નાયક થવાની લાયકાત, એમનામાં જ હોઈ શકે, એ વિચારે અને સાથોસાથ અહંત