SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૨ આત્મ-ઉત્થાનના પાયા પ્રબળ અધ્યવસાય ઉત્પન્ન થયા હોવાથી તેઓશ્રીને સ પુણ્યપ્રકૃતિમાં ઉત્કૃષ્ટ એવી તીથ કર-નામ કર્મની પ્રકૃતિ નિકાચિત થાય છે. તે પુણ્ય પ્રકૃતિના વિપાકાય વખતે તેઓશ્રી વીતરાગ હેાવા છતાં ત્રણ ભુવનને સુખ કરનારું અને ભવાઇધિથી તારનારું તીર્થ સ્થાપે છે. આ તીર્થના આલેખને અનેક કાટિ જીવા પેાતાનુ` કલ્યાણ સાધે છે. આવા અનુપમ ઉપકાર, શ્રી તીથ કરદેવાના આત્માઓથી જ થઈ શકે છે, પણ બીજાએથી નહિ, તેનુ કારણ આપતાં વૃત્તિકાર મહર્ષિ, શ્રી તીર્થંકર ભગવંતના ‘પુત્રુત્તમાળ’ એ વિશેષણનું વિવરણ કરતાં ફરમાવે છે કે, ‘શ્રી તીથંકરાના આત્મામાં અનાદિકાલીન વિશિષ્ટ યાગ્યતા રહેલી છે અને તે ચેાગ્યતા તેમનામાં તેવા પ્રકારની પરાય રસિકતા ઉત્પન્ન કરે છે કે વરબાધિના લાભ વખતે તેઓશ્રી પેાતાના સ્વાર્થને ગૌણ કરનારા અને પરના ઉપકારને મુખ્ય બનાવનારા બની રહે છે. આ પરા વ્યસનીતા તેમને સવ શ્રેષ્ઠ પદવી આપનાર થાય છે. તીથ કરપદવી તેમની યેાગ્યતાના કારણે છે અને એ ચેાગ્યતા તેમની પરાવ્યસનીતામાં પ્રેરક બને છે. પ્રભુની પરા વ્યસનીતા પૂ. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ કહે છે કે પુરુષામાં શ્રી તીથ કરભગવંતા ઉત્તમ એટલા માટે છે કે તેમનામાં જેવી પરા વ્યુસીનતા અને સ્વા ઉપસર્જનતા દેખાય છે, તેવી ખીજા જીવામાં દેખાતી નથી. આમ થવાનું. કાઈ કારણ હોવું જોઈએ અને તે કારણ તેમની અનાદિકાલીન અપ્રગટ (સ્વરૂપગત ) યાગ્યતામાં રહેલ છે. સહકારી કારણેા મળતાં જ તે ચેગ્યતા ખીલી ઊઠે છે. અન્ય મેાક્ષગામી આત્માએમાં પણ આવી ઉત્કૃષ્ટ પરા વ્યસનીતાદિ આવતાં નથી. શ્રી અરિહ'તાના ચૈત્યામાં-બિબામાં જે પ્રભાવ આવ્યા છે, તે ભાવ-અરિહંતામાંથી આવ્યા છે, એમ માનવું જોઈએ અને ભાવ-અરિહંતામાં જે પ્રભાવ આવ્યા છે, તે તેમની અદ્ વાત્સલ્યાદિ સ્થાનકોની મહા ભવ્ય સાધના સાથે પરમ કલ્યાણની ઉત્કૃષ્ટ ભાવનામાંથી આવ્યા છે, એમ આજે શ્રદ્ધાપૂર્વક જૈના સ્વીકારે છે. શ્રી અરિહતદેવાના આત્માની ભાવના, તીથ'કર થવાના પૂર્વે ત્રીજા ભવમાં એવી ઉદાત્ત-ઉચ્ચ હોય છે કે, વિશ્વના સકળ જતુએ દુઃખપકમાંથી મુક્ત થઈ, અવ્યાબાધ સુખસ્વરૂપ મુકિતપદને પામેા, એટલું જ નહિ પણ તે પામવાના મા ા છે ? તેનુ' જ્ઞાન રેળવી, તે મુજબ આચરણ કરી, દુ:ખ મુક્ત થાએ, તેમની ભાવના એટલેથી અટકતી થી પણ આગળ વધે છે અને તેએ વિચારે છે કે હું પોતે જ તેમના માટે એવા માર્ગના સંપૂર્ણ સાક્ષાત્કાર કરુ અને એ માર્ગ જગતને બતાવું જીવ માત્રને મુક્તિ મળે. જેના આલ ખનથી
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy