SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ આત્મ-ઉત્થાનને પાયો આશ્રવાદિને ત્યાગ, સંવાદિનું સેવન, સ્વપરભેદ વિજ્ઞાન અને દેવાદિતવનું શ્રદ્ધાન જાગે છે. એ રીતે તવપ્રતીતિ થઈ અંતે આત્માનુભૂતિ સ્પશે છે. અર્થાત દ્રવ્ય-ગુણપર્યાયથી આત્માનુભવની પ્રાપ્તિ થાય છે. નિજ શુદ્ધ આત્માનું અભેદરુપથી જ જ્ઞાન કરવું શ્રદ્ધાન થવું અને તેમાં જ લીન થવું–એ નિશ્ચય રત્નત્રયી છે અને એ પ્રકારે સમ્યગ્દર્શન જ્ઞાન–ચારિત્ર સ્વરૂપ આત્મા તે નિશ્ચય મોક્ષમાર્ગ છે. રત્નત્રયીને અભિન્ન જાણવી, તે નિશ્ચય મેક્ષમાગ અને આત્મભિન્ન જાણવી, તે વ્યવહાર મેક્ષમાર્ગ છે. વ્યવહાર એ નિશ્ચયનું કારણ છે તેથી ઉપાય છે. નિશ્ચય એ વ્યવહારનું ફળ છે માટે તે પણ ઉપાદેય છે. સમ્યગ્દર્શનના દાતા દેવ છે, જ્ઞાનના દાતા ગુરુ છે, અને ચારિત્રના દાતા ધર્મ છે. દેવ વિણ દર્શન નહિ ગુરુવિણ નહિ જ્ઞાન, ધર્મવિણ ચારિત્ર નહિ સમજે ચતુરસુજાણ દેવ તે સાતિશય વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા, ગુરુ તે પંચાચાર પાલક નિગ્રંથ મહાત્મા અને ધર્મ તે કુપ પૂર્ણ દયામય-નિરવધિ વાત્સલ્યમય સ્નેહ પરિણામ. અંદર રહેલા આત્માને આખા પૂર્ણ પ્રભુનું દર્શન તે પ્રભુદર્શન. પ્રભુદર્શન સુખસંપદા આદિ પદે પ્રભુદર્શનના કહ૫નાતીત પ્રભાવને સૂચવે છે, તે જ સમ્યગદર્શનનું બીજ છે, જે કાળ ક્રમે મેક્ષરૂપી ફળ આપીને જ રહે છે. યથાર્થ દર્શન માણસને સ્વભાવ જિજ્ઞાસુ પણ છે અને શ્રદ્ધાળુ પણ છે. જિજ્ઞાસા વિશાળતામાં લઈ જાય છે અને શ્રદ્ધા મકકમપણું સમર્પે છે. પરંતુ એ બંનેની સાથે જે આસુરી વૃત્તિ ભળે, તે અંશ સત્યમાં પૂર્ણ સત્ય જેવાની ફરજ પાડે છે. તેમાંથી સાચા-ખોટા અને ચઢતા-ઉતરતાના ભેદ પડે છે, જે અનિષ્ટ છે. સત્ય એક અને અખંડ હોવા છતાં તેને આવિર્ભાવ, તેનું ભાન કાળક્રમથી અને પ્રકાર ભેદથી જ થાય છે. પ્રત્યેક પ્રતીતિ આશિક હોય છે. તેને પૂર્ણતાનું નામ આપવામાં આવે તે તે અસત્ય છે. ધર્મશાસ્ત્રો એ અખંડ સત્યની દેશ, કાળ, પુરૂષ, પ્રકૃતિભેદ પ્રમાણે જુદી જુદી બાજુઓને રજૂ કરતા મણકાઓ છે. એ વાતને સમજવાથી આપણે આપણી પોતાની વાતને વળગી રહેવા છતાં બીજાને અન્યાય કરનારા નહિ બનીએ અને તેમ કરી બીજાને પણ અન્યાયમાં ઉતરવાની પરિસ્થિતિમાંથી બચાવી શકીશું.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy