SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૯ સમ્યગ્દર્શન વિચાર ગુરુ વચન તે જ્ઞાન, જ્ઞાનની આરાધના માટે ગુરુની ભક્તિ ખાસ જરુરી છે. આપણા જ્ઞાનનું મૂળ શ્રી અરિહંત અને શ્રી ગણધર ભગવંતે જ છે. પહેલું દર્શન પછી જ્ઞાન. દર્શન એટલે તવને દેખવું તે. સમ્યગ્દર્શન ચારગતિમાં છે. તિર્યંચગતિમાં રહેલા દેશવિરતિધર નું દર્શન, શ્રદ્ધારૂપી આંખવડે જ શક્ય છે. શ્રદ્ધારૂપી ચક્ષુની પ્રાપ્તિ થાય છે. ત્યારે જ કેવળી, તીર્થંકરદેવ આદિને જોઈ શકાય છે. જ્ઞાન-તપ આદિ એટલાં દુર્લભ નથી જેટલું દુર્લભ શ્રદ્ધા-દર્શન છે. સમ્યગ્દર્શન વિચાર વિચાર ઉપયોગને આધીન છે. જ્યાં ઉપગ જોડાય, તેનો જ વિચાર થાય. શ્રદ્ધા તવપ્રતીતિરૂપ છે, અન્ય ના વિચાર વખતે તત્તવને વિચાર નથી, પણ પ્રતીતિ કાયમ છે. છવને તત્ત્વપ્રતીતિ શ્રુતજ્ઞાનને અનુસરીને હોય છે. કેવળીને તવપ્રતીતિ કેવળજ્ઞાન અનુસાર હોય છે. તે પ્રતીતિ કેવળજ્ઞાનના કારણે પરમ અવગાઢ બને છે. કેવળજ્ઞાની અન્ય પદાર્થોને પણ પ્રતીત સહિત જાણે છે. તે પણ તે પદાર્થ તેમને પ્રજનભૂત નથી. તેથી સમ્યકત્વમાં સાત તો કે જે પ્રજનભૂત છે, તેનું જ શ્રદ્ધાને કહ્યું છે દેવ, ગુરુ, ધર્મના શ્રદ્ધાનમાં પ્રવૃતિની મુખ્ય છે. તત્વાર્થ શ્રદ્ધાનમાં વિચારની મુખ્યતા છે, તત્વાર્થ ધ્યાનમાં દેવાદિનું ધ્યાન હોય છે. દેવાદિના શ્રદ્ધાનમાં તસ્વાર્થ શ્રદ્ધાન હોય યા ન પણ હોય. મિક્ષ તરવની શ્રદ્ધામાં શ્રી અરિહંત, સિદ્ધ અને દેવતવની શ્રદ્ધા હોય છે. મોક્ષનું કારણ સંવર નિર્જરા છે, તેથી સંવર, નિર્જરાના ધારક મુનિરાજરૂપી ગુરુતત્ત્વની શ્રદ્ધા થઈ જાય છે. સંવર, નિજરામાં ધમ તવની શ્રદ્ધા પણ આવી જાય છે. હિંસાદિ આશ્રોને ત્યાગ તે જ સંવર અને ધર્મ છે. અતિશયાદિ વડે શ્રી અરિહંતનું, તપશ્ચર્યાદિ વડે ગુરુનું અને જેની અહિંસા વડે ધર્મનું માહાભ્ય જેઓ જાણે છે, પરંતુ આત્મશ્રિત દ્રવ્ય-ગુણપર્યાય વડે તેમનું માહાભ્ય જેઓ જાણતા નથી, તેને તત્વાર્થ શ્રદ્ધાનરૂપ નિશ્ચય સમ્યક્ત્વ સંભવતું નથી. તત્ત્વાર્થ શ્રદ્ધાન, સ્વ-પરિશ્રદ્ધાન, આત્મશ્રદ્ધાન અને દેવ-ગુરુ-ધર્મનું શ્રદ્ધાન એ બધા એક જ અર્થને કહેનારા છે. એ પરસ્પર કાર્ય-કારણુભાવને પણ સમજાવે છે. દેવગુરુ-ધર્મનું શ્રદ્ધાન એ બાહ્ય લક્ષણ છે. બાકીના ત્રણ અત્યંતર છે. પહેલા દેવાદિને જાણે, પછી જીવાદિ તને વિચારે, પછી સ્વ-પરભેદને ચિંતવે અને છેવટે આત્માને ગ્રહણ કરે, એ ક્રમ છે. તેમાં તત્ત્વાર્થ શ્રદ્ધાન મુખ્ય છે. કેમકે તેથી ૨૨
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy