SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ (૭) ભવને વિરાગ, (૮) વિનય, (૯) વૈયાવચ (૧૦) સ્વાધ્યાય રતિ,(૧૧) અનાયતનને ત્યાગ, (૧૨) પર પરિવારની નિવૃત્તિ, (૧૩) ધર્મમાં સ્થિરતા, (૧૪) અંતે અનશનપૂર્વક દેહને ત્યાગ. બીજ પણ હેતુઓને અંતર્ભાવ આ ચૌદમાં કરી લે શુભભાવના અર્થીએ પ્રથમ સમ્યક્ત્વની શુદ્ધિ કરવી. નિવેદ અહીં સંસાર નિવેદને અર્થ, પિતા તરફથી બીજાને અપકાર અને બીજા તરફથી પિતાને ઉપકાર, તે ઉપર જીવવાને કંટાળો અને મેક્ષની આકાંક્ષાને અર્થ–પોતા તરફથી બીજ ઉપર ઉપકારને સદ્ભાવ અને અપકારને અભાવ તથા બીજા તરફથી લીધેલા ઉપકારને પ્રત્યુપકાર અને બીજાને કરેલા અપકારની શુદ્ધિ અર્થાત્ લેવાને કંટાળે ભવનિર્વેદ સૂચક છે. આપવાને ઉમળકે સંવેગરંગ દર્શક છે. ભવનિર્વેદના અનેક અર્થ છે. તેમાં એક અર્થ ભવભ્રમણને કંટાળો છે. પ્રત્યેક ભવમાં દેહ ધારણ કરવાપણું પ્રાણાતિપાતાદિ કઈને કઈ પાપની અપેક્ષા રાખે છે. દેહની ઉત્પત્તિ, વિનાશ અને ધારણું, બીજા જીવોની હિંસા વિના અશક્ય છે. હિંસા એ પાપ છે. ભવભ્રમણને ટકાવનાર કોઈ હોય તે તે હિંસાદિ પાપસ્થાને છે, એટલે ભવને બીજો અર્થ પાપ અથવા સ્વાર્થવૃત્તિ છે. સ્વાર્થવૃત્તિ પરપીડામાં પરિણમે છે. સ્વાર્થવૃત્તિ યા પાપવૃત્તિ રૂપી પંકથી ભરેલા સંસારમાં એક ક્ષણ પણ અધિક રહેવાની આકાંક્ષા જેઓની ક્ષીણ થયેલી છે, તેઓ ભવનિર્વેદ ગુણને પામેલા છે. ભવનિર્વેદ ગુણ મેક્ષને ઉત્પન્ન કરે છે, કેમકે મેક્ષમાં ગયા વિના પરપીડાને પરિહાર નથી, તથા ભવભ્રમણામાં બીજા તરફથી થતા ઉપકારને પ્રત્યુપકાર પણ નથી. મક્ષ જ એક એવું સ્થાન છે કે, ત્યાં ગયા પછી જીવ દેહરહિત થાય છે. એટલે સ્વાર્થવૃત્તિરૂપી પાપથી મુક્ત થાય છે અને સાદિ અનંતકાળ સુધી તેનું અસ્તિત્વ પરાર્થ માટે જ હોય છે. લીધેલા બધા ઉપકારો કરતાં અનંતગુણ અધિક ઉપકાર, કાળ અનંત હેવાથી મુક્ત જીવથી થાય છે. સ્વાર્થવૃત્તિને નાશક તથા પરાર્થવૃત્તિને પિષક હેવાથી મેક્ષ એ જ ઉત્તમ જીવને પ્રાપ્તવ્ય સમજાય છે. સંસારમાં દુષ્કૃત છે, માટે તેની ગર્તા અને મેક્ષ સુકૃત છે માટે તેની અનુમોદના તથા મેક્ષ એ શુદ્ધાત્મભાવમાં રમણુતારૂપ હોવાથી તેનું જ અનન્ય શરણ-એ ત્રણ વસ્તુ મેક્ષાભિલાષમાં એકત્ર સાથે સિદ્ધ થાય છે.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy