SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ નિવેદ અને સંવેદ ૨૨૫ નિર્વિકલ્પ આત્માને જાણવા માટે નિર્વિકલ્પ-સમાધિસ્થ એવા જ્ઞાની પુરુષ પાસે જવું પડે. જ્ઞાની નિમિત્તભાવમાં જ રહે, ર્તા બને નહિ. જેનું જ્ઞાન સૂકમતમ સમયને અને સૂકમતિસૂવમ પરમાણુને પણ જોઈ શકે, જાણી શકે તે સાચા અર્થમાં જ્ઞાની કહેવાય. જ્ઞાની પાસે જવા માટે પરમ વિનય હવે જોઈએ. હું સંપૂર્ણ અજ્ઞાની છું એવો હાર્દિક સ્વીકાર હોવો જોઈએ. स्वकृतं दुष्कृतं गईन् , सुकृतं चानुमोदयन् । नाथ त्वच्चरणौ यामि शरणं शरणोज्झितः ॥ મારા કરેલા દુષ્કૃતની નિંદા કરતે, જગતનાં સર્વ સુકૃતની અનુમોદના કરતે શરણ વગરને હું, હે નાથ ! આપના ચરણના શરણે આવ્યો છું. એક જ વાર આ ભાવે જ્ઞાનીના ચરણોમાં નમે અર્થાત્ પરમ વિનયે નમે તેને મેક્ષ અવશ્ય થાય. જ્ઞાનીને માપવા જાય, તેની મતિ મપાઈ જાય. જ્ઞાનીને બુદ્ધિથી ન તળાય. જ્ઞાની પાસે અબુધ જેવા થઈને જવાય. જ્ઞાનીની આરાધના ન થાય, તે હજી ક્ષમ્ય ગણાય પણ વિરાધના તે ન જ થવી જોઈએ. જ્ઞાનીની વિરાધના એટલે પોતાના જ શુદ્ધ આત્માની વિરાધના. એક વાર કરેલી વિરાધના; પણ અનંત ભવભ્રમણ કરાવે. જ્ઞાની આગળ તે સરળતમ થાય તે જ સંસારને તરે. જ્ઞાની પુરુષનું આ યથાર્થ સ્વરૂપ બરાબર સમજીને આપણે પરમજ્ઞાની શ્રી અરિહંત પરમાત્મા અને તેમની આજ્ઞામાં ત્રિવિધ ત્રિવિધ ઓતપ્રોત બની જ્ઞાની ભગવંતની સેવા ભક્તિમાં અહર્નિશ ઉદ્યમવંત બનવું જોઈએ. ક નિર્વેદ અને સંવે હૃદયમાં જે શુભભાવ ન હોય તે દાન, શીલ અને તપ શેરડીના ફૂલની જેમ નિષ્ફળ જાય. શુભભાવ એ છે કે, જેના ગર્ભમાં સંસારને નિર્વેદ અને મોક્ષની આકાંક્ષા હોય. તાત્પર્ય એ છે કે, દાનાદિમાં પ્રવૃત્તિ કરનારે પણ શુભભાવમાં આદરપૂર્વક પ્રયત્ન કરવું જોઈએ. કેમકે શુભભાવ વિના તે ત્રણે અકિંચિકર છે. તે શુભભાવની ઉત્પત્તિમાં ચોદ હેતુઓ છે. તેનાં નામ (૧) સમ્યક્ત્વની શુદ્ધિ (૨) ચારિત્રની શુદ્ધિ (૩) ઈન્દ્રિયેનો જય (૪) કલાને નિગ્રહ (૫) સદેવ ગુરુકુળવાસ, (૬) દેની આલેચના, આ. ૨૯
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy