SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ વિચાર આચાર અને શ્રદ્ધા ૨૧ આપણે સહજ વિચાર કરીએ તે ઘણીવાર આપણા વિચાર અને આચાર વરચેનું અંતર આપણને નવાઈ પમાડનારૂં અને શરમ ઉપજાવનારું લાગશે. જે આપણું જ આચરણ, આપણા વિચાર સાથે સુસંગત ન હોય તે, આપણા વિચારની આપણને કિંમત નથી, એમ સિદ્ધ થાય છે. પહેલી કક્ષામાં માત્ર બુદ્ધિ વિચારને ગ્રહણ કરે છે. બુદ્ધિની સાથે લાગણીઓ, વૃત્તિઓ અને મૂલ્યાંકને તદ્રુપ થાય છે, ત્યારે બીજી અને ત્રીજી કક્ષા આવે છે. જ્યારે પહેલી કક્ષામાં હોઈએ ત્યારે આપણે માત્ર વિચાર કરીને સંતોષ માનીએ છીએ, આચરણનો અભાવ સાલતો નથી. બીજી કક્ષામાં આચરણને અભાવ, અસંતોષ ઉત્પન્ન કરે છે. અને આચરણ તરફ પ્રેરે છે. ત્રીજી કક્ષામાં આપણા વિચારને આપણે પૂર્ણ ઉત્સાહથી, મન-વચન અને તનધનથી આચરણમાં મૂકીએ છીએ. માન્યતા અને આચરણમાં ભેદ લાગે, ત્યારે આચરણ એ માન્યતાની કસોટી છે, એમ માનવું જોઈએ. એ માન્યતા માટે આપણે સમય, શક્તિ અને ધનને કેટલો ભોગ આપવાને તૈયાર છીએ, તેના ઉપર જ આપણી શ્રદ્ધાનું માપ છે. માન્યતા ખાતર શરીર સુદ્ધાનું પણ બલિદાન આપવું પડતું હોય તે આપવું, એ માન્યતા પરની સચોટ શ્રદ્ધાને સૂચવે છે. શ્રદ્ધાનું બળ શ્રદ્ધાના અભાવે માત્ર જ્ઞાન એ તકલાદી અને અર્થહિન બની જાય છે. શ્રદ્ધા વિના માત્ર દષ્ટિ કે જ્ઞાન ઉપયોગી થઈ શક્તાં નથી. વિષ મારે, અગ્નિ બાળે, તેમ આપ દુઃખ આપે, એવું જ્ઞાન થવા છતાં શ્રદ્ધાની કમીનાના કારણે વિષ અને અગ્નિની જેમ પાપથી પાછા ફરાતું નથી. પ્રવૃત્તિમાં દઢતા લાવવા માટે શ્રદ્ધાના બળની પૂરી જરૂર છે, જ્ઞાન અને વિવેકને સફળ બનાવનાર એક શ્રદ્ધા જ છે. જે જ્ઞાન અને વિવેક જીવનમાં ઉપયોગી ન થાય, તે જ્ઞાન અને વિવેક ઉપર પરિપૂર્ણ શ્રદ્ધા પ્રગટી નથી એમ સાબીત થાય. જ્ઞાન અને વિવેક કરતાં પણ શ્રદ્ધાની અગત્યતા કેટલી વધારે છે, તે આથી સ્પષ્ટ થશે. આવી શ્રદ્ધા યથાર્થ વક્તા ઉપરના વિશ્વાસથી આવે છે, શ્રદ્ધાળુ પુરુષના સંસર્ગથી આવે છે, શ્રદ્ધાવાન પુરુષોના ચરિત્ર સાંભળવાથી પણ આવે છે. શ્રદ્ધા એટલે સુદા, 4 સિદ્ધ જીપૂર્ણ નિશ્ચળતા!
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy