SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ આત્મ-ઉત્થાનને પાયો ત્યારે માર્ગ છે? પ્રતીતિ સફળ ન થાય તે ય પ્રતીતિ એ તે પ્રતીતિ જ છે! તે સૂચન તે કર્યા જ કરે ! પ્રતીતિને સફળ કરવા માટે ઉપાય સંયમ છે. મનના આવેગોને નિરંતર સંયમમાં રાખતા શીખવું જોઈએ. તે આવેગોને નિગ્રહથી; વ્રત–નિયમથી સંયમિત બનાવવા જોઈએ. આવેગે તક લે, તે પહેલાં જ તેમને કેળવી લેવા જોઈએ, સંસ્કારી અને શિસ્તબદ્ધ બનાવવા જોઈએ. દરરેજના આચારમાં વણાઈ જવાથી તે આવેગ ધીમે ધીમે કાબુમાં આવે છે અને છેવટે જીવનરથના આજ્ઞાંક્તિ ઘેડા બને છે. જો સદા-સર્વદા આચારની સાધના ન હોય, તે વિદ્વાનને પણ વિષાદમાં ઝૂરવાનું લલાટે લખાયું જ છે. આચારમાં જ વિદ્વતાની સફળતા છે. વિચાર, આચાર અને શ્રદ્ધા વિચાર અને આચારની સપાટી સરખી કરવા માટે આદર્શને નીચા લાવવાની જરૂર નથી. આદર્શ ઉચ્ચ હશે, તે જ આચરણ ઉચ્ચ થઈ શકશે આદર્શો દેરડાં સમાન છે. એ ઊંચે ખેંચી શકે છે, દોરડાંને ખીલે ગમે તેટલું ઊંચે હય, પણ જે પ્રામાણિકપણે એ દોરડાને ઉપયોગ કરાય, તે થોડું-ઘણું તે ઉપર ચઢાય જ ! વિચારને આચારમાં મૂકવા માટે ત્રણ કક્ષામાંથી પસાર થવું પડશે. ૧ વિચારની ગ્યતાને સ્વીકાર. ૨ વિચાર વિશે પ્રતીતિપૂર્ણ ખાત્રી. ૩ વિચારમાં જીવંત શ્રદ્ધા. જે આપણે વિચાર અને આચાર વચ્ચેનું અંતર દૂર કરવું હોય, તે જે વિચાર આપણે અપનાવ્યો હોય, તેના પર વારંવાર મનન અને ચિંતન કરવું જોઈએ. એ વિચારને મનમાં ચીવટપૂર્વક ઘૂંટવાથી, એને વિષે પ્રતીતિ-ખાતરી થાય છે. અર્થાત્ એ વિચાર સત્ય જ છે અને આદરણીય છે, એ સંકલ્પ મનમાં દૃઢ થાય છે. ત્યાર પછીની કક્ષા, શ્રદ્ધા અને નિષાની છે. કોઈ એક વિચારને “માનવાની” કક્ષા, શ્રદ્ધા અને નિષ્ઠામાં પરિણમે છે, ત્યારે તે વિચારને આચારમાં મૂકવા માટે વ્યક્તિ સાચા દિલથી સતત પ્રયત્ન કરવા માંડે છે.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy