SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ આત્મ–ઉત્થાનને પાયો ધર્મક્રિયા તરફની એકાતિક સૂગ પરંપરાએ કેટલી ઘાતક નીવડે છે તે પ્રત્યેક સાધકે સ્પષ્ટપણે સમજી લેવું જોઈએ. એકલો ભવિતવ્યતાવાદ કે સ્વભાવવાદ માનવાથી પુરુષાર્થવાદ સર્વથા ઊડી જાય છે. એકલે ક્રમબદ્ધ પર્યાયવાદ કે દ્રવ્યને એકાંત સ્વતંત્રતાવાદ માનવાથી આખો કમસિદ્ધાન્ત ઊડી જાય છે. કર્મ કે પુરુષકાર ઊડી ગયા પછી જીવ અને પુદ્ગલના સગરૂપ જે અનાદિ સંસાર કે તેનાથી જીવને મેક્ષ, તે પણ ઊડી જાય છે અને સંસાર તથા મોક્ષ ઊડી ગયા પછી કમબદ્ધ પર્યાયને કે ભવિતવ્યતાવાદ વગેરે વિચાર આપોઆ૫ ઊડી જાય છે. પછી સાધકને કેવળ શૂન્યકાર કે અંધકાર જ આવીને ઊભો રહે છે. અને એમાંથી પ્રથમ ક્રિયાને છોડવાને, પછી પુરુષોની આરાધનાને છોડવાને અને ક્રમે કરીને શુભ સંકલ્પમય સઘળી સત્ પ્રવૃત્તિઓને મૂકી દેવાનો સંફિલષ્ટ અધ્યવસાય પ્રબળ થતું જાય છે. એનું પરિણામ પરંપરાએ કેવું અને કેટલું ભયંકર આવે એનો વિચાર સાધકે જાતે કરી લે. આ વિચારના પરિણામે શાસ-પરિભાષામાં જેને અનંતકાળની નરક અને નિગોદ કહેવાય છે, તેને શરણે અનિચ્છાએ પણ જીવાત્માને થવું પડે, તે જરા પણ ઈન્કાર કરી શકાય નહિ. શ્રી તીર્થંકર પરમાત્માની ભક્તિ જેટલી જ તેઓશ્રીની આજ્ઞાની ભક્તિ કરવાની શુદ્ધબુદ્ધિ અને નિષ્ઠા–એ ધર્મના સાધકની સાચી મૂડી છે. આ મૂડી વેડફાઈ જાય તે જીવન વેડફાઈ જાય, આત્મા અર્ધગતિગામી બનીને અપાર યાતનાઓને ભોગ બને. આજ્ઞા કરનારમાં સંપૂર્ણ શ્રદ્ધા કેળવીને જીવન ઘડવું, આત્માને અજવાળો, પહિતને પ્રમાણ-એ ધર્મના સાધકને ખરેખર દિલથી ગમતું થાય છે એટલે અસદગ્રહને કચરે તેના મન તેમ જ હદયમાંથી નીકળી જ જાય છે અને તેને આધ્યાત્મિક વિકાસ ઝડપ ધારણ કરે છે. ઘર્મ સંગ્રહ શ્રદ્ધા વિના એટલે કોઈ પણ એક સારા વિષયની જિજ્ઞાસા જાગ્યા વિના સાચું જ્ઞાન થતું નથી, સાચું જ્ઞાન થયા વિના વર્તન સુધરતું નથી અને વર્તન સુધર્યા વિના શુભ ધ્યાન સંભવતું નથી. શુભ ધ્યાન માટે શુદ્ધ વર્તનની જરૂર છે. શુદ્ધ વર્તન માટે સાચું જ્ઞાન જરૂરી છે અને સાચા જ્ઞાનને માટે શુદ્ધ શ્રદ્ધાની જરૂર છે. મતલબ કે શ્રદ્ધા વિનાનું જ્ઞાન નિષ્ફળ છે. જ્ઞાન વિનાનું ચારિત્ર કાયકષ્ટ છે. ચારિત્ર વિનાનું ધ્યાન, દુર્થાન છે. દુર્યાનનું પરિણામ દુર્ગતિ છે.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy