________________
૧૫૬
આત્મ-ઉત્થાનને પાયો એ “વિચાર” નું શબ્દ કે શબ્દસમૂહરૂપ વાક્ય કે વાક્યસમૂહરૂપ શાસ્ત્ર એ જેનશાસ્ત્ર છે. અને સાપેક્ષપણને સ્વીકાર–એ આ શાની આગવી, અનન્ય અને અજોડ વિશિષ્ટતા છે. સાપેક્ષતા
જેન-તત્ત્વજ્ઞાન અનુસાર કેઈપણ શબ્દ કે તેના ઉપરથી નીકળતે કઈ પણ અર્થ નિરપેક્ષ નથી, કિન્તુ સાપેક્ષ છે.
એ સાપેક્ષતાને જણાવવા માટે “સ્થાત્ ” શબ્દ પ્રત્યેક શબ્દ, શબ્દસમૂહ કે વાક્યસમૂહની સાથે જોડાયેલ માનીને જ વ્યવહાર કરવામાં આવે છે. તેથી સત્યની એક પણ બાજુ છુટી જતી નથી કે અસત્યની એક પણ બાજુનું સમર્થન થઈ જતું નથી.
સત્યને જાણવા કે જણાવવાની, સમજવા કે સમજાવવાની, આ પદ્ધતિને જેનતત્વજ્ઞાનમાં “સ્યાદવાદ પદ્ધતિ” કે “અનેકાન્તવાદની પદ્ધતિ કહે છે અને તેથી એકાંત કોઈ પણ પક્ષને આગ્રહ કે અનાદર જે-તત્વજ્ઞાનમાં કદાપિ હેતે નથી.
જૈનતત્વજ્ઞાનને વિષેધ હોય તે તે એકાન્ત દષ્ટિબિન્દુની સામે હોય છે. નહિ કે કોઈ પણ વાક્ય કે તેના સમૂહની સામે.
વિશ્વ અને તેમાં રહેલા પદાર્થો અનંત ધર્મમય છે. તેને જણાવનારા બધા દષ્ટિબિન્દુઓને જે-તત્ત્વજ્ઞાન અનેકાન્તદષ્ટિથી માન્ય રાખે છે. તથા એકાન્તદષ્ટિથી અમાન્ય ઠેરવે છે.
જેન–આચારોનું ઘડતર અનેકાન્ત દષ્ટિમય જૈન-વિચારમાંથી થયેલું છે અને તેથી જ તે જીવનશુદ્ધિનાં બધા અંગેને અપાવનારૂં છે.
તે કેવળ શારીરિક શૌચમાં, વાચિક સત્યમાં, માનસિક પવિત્રતામાં કે હાર્દિકભાવ અને તેની બુદ્ધિમાં જ સમાઈ જતું નથી, કિન્તુ તે સર્વમાં અને તે સવની પાછળ રહેલા આત્મદ્રવ્યની સમગ્ર શુદ્ધિ સુધી વિસ્તરેલું છે.
આત્મદ્રવ્યની શુદ્ધિ તેના ગુણેની શુદ્ધિ કે પ્રગટીકરણમાં રહેલી છે. તેથી આત્માના મુખ્ય ગુણોની સંખ્યા મુજબ જન-આચારની મૂળ સંખ્યા પણ પાંચની જ રાખવામાં આવી છે. આત્માના ગુણ
જેન–તત્વજ્ઞાન મુજબ આત્માના પાંચ મુખ્ય ગુણ નીચે પ્રમાણે છે.
૧. અનંતજ્ઞાન, ૨, અનંતદર્શન. ૩. અનંતચારિત્ર, ૪. અનંતતપ અને ૫. અનંતવીર્ય. અને તેથી જેન-આચાર પણ પાંચ પ્રકારના છે. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર એ તેનાં નામે છે.