SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૫ ધર્મનું મૂળ જૈન-વિચાર” નું સ્વરૂપ નિર્દોષ છે, કારણ કે વિચારની પાછળ રહેલા કે રહી જવા પામતાં દેશે તેમાં નથી. દ્વેષ, મોહ કે અજ્ઞાનથી વિચારમાં દેશે આવે છે. એ માંના કેઈ એક પણ દોષનો અંશ પણ શ્રી જિનેશ્વર દેવામાં તે નથી, તેથી તેઓના વચનમાં, વિચારમાં કે જ્ઞાનમાં અસત્ય, એકાંગીપણું કે અપૂર્ણ પણું હોતું નથી. જીવકમને સંબંધ જેનતત્વજ્ઞાન મુજબ જીવ અનાદિ-અનંત, સ્વકર્મને કર્તા છે, કર્મના ફળને ભોક્તા છે, કર્મના સંબંધથી ચાર ગતિરૂપ સંસારના સ્થાનમાં ઉપજનારો અને નાશ પામનારે છે તથા અંતે ધમૌરાધના કરીને મેક્ષમાં જવાની ચેગ્યતાને ખીલવનારે ગણાય છે. જેન તત્ત્વજ્ઞાન મુજબ જગતનું સ્વરૂપ પર્યાયરૂપે ઉત્પન્ન થનારૂ તથા નાશ પામનારૂ છે અને દ્રવ્યરૂપે સદા કાયમ રહેનારૂં છે. જગતની કોઈપણ વસ્તુનો સર્વથા વિનાશ નથી કે સર્વથા ઉત્પત્તિ નથી, મૂળરૂપે કાયમ રહીને તેનામાં ફેરફાર થયા કરે છે. અને તે જગત પંચાસ્તિકાય સ્વરૂપ છે. જીવાસ્તિકાય, (જીવ) અછવાસ્તિકાય, (પુદગલ) ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય-એ પંચાસ્તિકાય છે. અથવા જગત ષટુ દ્રવ્યમય છે. અર્થાત્ જીવ, પુદ્દગલ, ધર્મ, અધમ, આકાશ અને કાળ–એ છ દ્રવ્યરૂપે રહેલું છે. જીવ સચેતન સ્વરૂપ છે. અને બાકીના ચાર અથવા પાંચ અચેતન સ્વરૂપ છે. જીવસહિત ચાર અથવા પાંચ અરૂપી છે અને એક પુદગલ રૂપી અથવા મૂત છે અને તે બહિરિન્દ્રયગ્રાહ્ય છે. જીવની જેમ તે બધાં પણ અનાદિ-અનંત છે. સકળ કર્મમુક્ત જીવ પોતે જ જેન તત્ત્વજ્ઞાન મુજબ ઈશ્વર છે. કમના આવરણ નીચે રહેલે જીવ સંસારી છે. અને કર્મના આવરણ રહિત બને તે જ જીવ સિદ્ધ અથવા સર્વ શક્તિમાન છે. જીવને કર્મ રહિત બનવાના ઉપાયે નીચે મુજબ છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, સંવર, નિર્જર, રાગાદિ દોષાની પ્રતિપક્ષભૂત ભાવનાઓ અને ધ્યાન આદિ છે. શ્રી જિનેશ્વર દેએ આ તત્ત્વજ્ઞાન ફરમાવ્યું છે. અને એનું ગ્રહણ, ધારણ, મનન, પરિશીલન-એ જ “જૈન-વિચાર” છે.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy