SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ , ૧૫ હૈયામાં વડીલ પૂજ્ય પ્રત્યે પણ આત્માની એકમેકતા રૂપ સંબંધ હતું, તેને એક એવે પ્રસંગ બન્યો કે, સંવત... વિશાખ વદ-૧૧ ની રાત્રે ઊંઘમાં એકાએક એમના મુખમાંથી બેરહાર ચીસ નીકળી ગઈ. બધા જ મહાત્માએ ભેગા થઈ ગયા. શું થયું શું થયું..? પૂછવા લાગ્યા એટલે ધડકતા હૈયે પૂજ્યશ્રીએ કહ્યું કે એક મને બહુ જ ખરાબ હવન આવ્યું. શું આવ્યું..? નાણે કે કઈ રાક્ષસ મારી અંગત વસ્તુ ઝુંટવીને ચાહતે થયો. તેથી ચીસ નીકળી ગઈ. અને થોડા ટાઈમ પછી સમાચાર મળ્યા કે પૂજ્યપાદુ કરી પ્રેમસુરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા છે. આ છે પૂજાની સાથે આત્માની એકયતાને સંબંધ. વસમી વિદાયઃ સફલ જન્મ તે છે કે જેમાં સંયમની પ્રાપ્તિ હોય, અરિહંતની આરાધના થાય. ૪ સફળ જીવન તે છે કે જેમાં સંયમની સાધના હાથ, પ્રભુ આજ્ઞાનું પાલન હાય. * સફલ મરણ તે છે કે અંત સમયે બેધિ અને સમાધિ હેય. ભાવિના અનંત જન્મને નાશ હોય. અ૫ ભવમાં મુક્તિ હાથ. જૈન શાસનની આ અનેખી કળાને પૂજ્ય પંન્યાસજી મહારાજ વર્યા હતા. પ્રભુભક્તિ-નવકારને જાપ, ગુણાનુરાગ, વિનય, વાત્સલ્ય, દાક્ષિણ્ય, દયા, પરોપકાર, સમતા, પરહિત-ચિંતન, સા સર્વ હિતાશય, કરુણા, આચિત્ય, પાલન, આવું-આવું તે કેટ-કેટલું જેનશાસનનું ઝવેરાત આ પ્રારપુરુષે સાધના દ્વારા જીવનમાં સિદ્ધ કર્યું. અને સાધકના જીવનમાં સંપ્રદાન કર્યું. અને કોના પથદર્શક બન્યા. એમની જીવન જતિને ઝળહળતે પ્રકાશ, સાધના માર્ગે, સંયમ માર્ગે, પરમાત્માના પરમાનંદના માગે, પથરાતે અને કેના અંતરને અજવાળ છવનમાં પ્રેરણારૂપ બની રહ્યો. આયુષ્યની અવધિ પૂરી થવા આવી. કાળ પણ આ મહાપુરુષને સરકાર કરવા તત્પર બને. મૃત્યુ પણ આ સંતને ગોદમાં લેવા તલપાપડ બન્યું. ... અને આ વૈશાખ માસ... સં. ૨૦૩૬. દિવસ પસાર થતાં જાય છે, ત્યાં જ વૈશાખ સુદ-૧૪ ના દિવસે તબિયતમાં પલટો આવ્યું. સાહેબજી, સાવધાન બન્યા... મુનિ શ્રી વજસેનવિજયજી તથા મુનિ શ્રી જિનસેનવિજયજી આદિ મહામાએ ખડે પગે સાહેબજીની સેવામાં હાજર હતા. પ્રતિકમણની બધી ક્રિયાઓ કરી, દરેક કાઉસગ્ન કર્યા, બધા કાઉસગ્ગ પૂજ્યશ્રી સ્વસ્થતાપૂર્વક પારતા. સકલ સંઘને મિચ્છામિ દુક્કડમ દીધા. પછી માત્રુ કરવાની શંકા થઈ. પાટ પરથી જાળવીને નીચે બેસાડવામાં આવ્યા.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy