________________
૯૮
આત્મ-ઉત્થાનને પાયે
પ્રત્યેક ધર્મક્રિયાના આરંભથી તે અંત સુધી ક્રિયાકારનું ચિત્ત તે ક્રિયાને બતાવનાર શ્રી જિનેશ્વર પરમાત્માના ધ્યાનથી અલંકૃત હોય છે. તેથી તે ક્રિયા અમૃતક્રિયા બને છે. આ ધ્યાન પ્રમોદભાવનારૂપ છે. તેથી ક્રિયાને અમૃતમય બનાવનાર પ્રમોદભાવના છે, એમ સિદ્ધ થાય છે. ક્રિયાની પૂર્ણાહૂતિ બાદ પણ થયેલ સુકૃતની અનુમદના ચાલુ છે, તે પ્રમેદભાવનાને વિષય છે. અને તેથી ક્રિયાનું ફળ ઉત્તરોત્તર વધતું જાય છે.
ગુરૂકુળવાસના સેવનમાં કૃતજ્ઞતા, વિનય, વૈયાવચાદિ ધર્મસ્થાને મુખ્યત્વે પ્રમોદભાવનાના પાયા પર ઊભાં થયેલાં હોય છે.
પ્રમોદભાવનાની પરાકાષ્ઠાથી તીર્થંકર નામકર્મની પરમ પ્રકૃષ્ટ પુણ્ય પ્રકૃતિનું ઉપજન થાય છે. કારણ કે તે પુણ્ય પ્રકૃતિનું પુણ્ય ઉપાર્જન કરનારા પુણ્યાત્માઓ પૂર્વના તીર્થકરે ઉપર ઉત્કૃષ્ટ પ્રમોદભાવને ધારણ કરનારા હોય છે.
શ્રી તીર્થંકર પરમાત્માના ચાર મૂળ અતિશયમાં પૂજાતિશય-એ ઉત્કૃષ્ટ પ્રદભાવનું સર્જન છે.
પરના અલ્પ પણ ગુણને જોતાવેંત જન્મતે ઉત્કૃષ્ટ આનદ તે ઉત્કૃષ્ટ પ્રમોદ. આ પ્રભેદભાવ ઉત્કૃષ્ટપદ અપાવે અને કદી નાશ ન પામે. પ્રમોદભાવનાથી ચિત્તને ભાવિત કરવા માટે ગુણગ્રાહકદષ્ટિ ખીલવવી પડે.
નમો અરિહંતાણું બોલતાંની સાથે જ અરિહંત પરમાત્માના ગુણમાં ઓતપ્રેત થઈ જવાય તે માનવું કે જીવનમાં ગુણાદરભાવ જન્મે છે.
આજનાકાળમાં ભૌતિક સુખને માટી પ્રતિષ્ઠા પ્રાપ્ત થયેલી છે. ભૌતિક સુખેની સિદ્ધિનું કારણ વિજ્ઞાન મનીય છે. વિજ્ઞાનની વિવિધ શેથી ભૌતિક સુખનાં સાધન વધ્યા છે અને વધે છે, પણ તે આત્માને અહિતકારી હોવાથી, વિનાશક છે. સુખને ખરો માર્ગ હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ કે પરિગ્રહ નથી, કિન્તુ અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ છે.
શાસકારોની દષ્ટિએ ભૌતિક સુખની સિદ્ધિને આધાર પણ ધર્મ જ છે, અને તે પુણ્યરૂપી ધર્મ છે.