________________
પ્રમોદ ભાવના
૯૭
શુકુલધ્યાનનું બીજ ધર્મધ્યાન છે. અને ધર્મધ્યાનનું બીજ મથ્યાદિ ભાવ છે. મેક્ષમાં તે ભાવે નથી, પણ સર્વાનુગ્રહકારક પરાથસાર એ સ્વભાવ મોક્ષમાં પ્રગટે છે; તે મૈત્ર્યાદિભાવે પ્રકર્ષ ભાવને પામેલા છે, તેનું જ પરિણામ છે.
એટલે સર્વજીના હિતની ચિંતામાં ચિત્તની રમતા વધારવાથી ભવભ્રમણુતા ક્રમશઃ નાબૂદ થઈ જતી હેવાનું શાસ્ત્રીય વિધાન સત્ય છે.
પ્રમોદ ભાવના ધર્મમાગમાં સૌથી પ્રબળ વિધ્ર પ્રમાદ છે. પ્રમોદ ભાવનાથી પ્રમાદ-દેષ ટળી જાય છે.
જ્યાં સુધી ધર્મમાં પ્રમાદ છે, ત્યાં સુધી તેને નિવારવા પ્રમોદભાવના આવશ્યક છે. સાધનામાં અનેક વિદને દેખાતાં હોય તે પણ જ્યાં સુધી પ્રમોદભાવના વિદ્યમાન હશે, ત્યાં સુધી તે વિદને ટળ્યા સિવાય રહેવાનાં નથી. અને ભવિષ્યની સાધના નિર્વિન થયા સિવાય રહેવાની નથી, તેને નિશ્ચય દઢ રહેવો જોઈએ.
આજ તેમ જ આવતી કાલની ધર્મ સાધનાને નિર્વિદા બનાવવા માટે પ્રત્યેક પ્રસંગમાં અને પ્રત્યેક વ્યક્તિમાં પ્રમોદ ભાવનાને વિષય કે જે ગુણાધિકતા છે, તેને શોધી કાઢવો જોઈએ. ગુણ દૃષ્ટિથી ગુણ આત્માઓના આશીર્વાદ મળે છે. એટલું જ નહિ પણ જીવન ગુણસમૃદ્ધ બને છે. ગુણને જ્યાં-ત્યાંથી ખેંચવાનું તેમ જ સર્વત્ર વહેંચવાનું સત્વ પણ અધિક ખીલે છે.
દેશદષ્ટિ એ વિષ છે. તે ભવોભવ મારે છે. ગુણદષ્ટિ એ અમૃત છે. જે અજરામર બનાવે છે.
શ્રી નમસ્કાર મહામંત્રનું ધ્યાન એ પ્રમોદભાવનાની ઉપાસનાનું સર્વશ્રેષ્ઠ સાધન છે. ચાદપૂર્વ સાર નમસ્કાર છે. અર્થાત પ્રમોદભાવના છે. શ્રી નવકાર સર્વ શાસ્ત્રોમાં અનુચૂત છે. તેને અર્થ એ છે કે, પ્રમોદભાવના સર્વ શાસ્ત્રમાં અનુસ્મૃત છે. “નમો”ની જેમ પ્રમોદભાવના એ મોક્ષનું બીજ છે. નમસ્કારની જેમ પ્રદભાવના પણ સર્વ મંગળમાં પ્રથમ મંગળ છે. અને સર્વ પાપપ્રણાશક છે.
ગ્રન્થના પ્રારંભમાં ઈષ્ટ દેવતા–નમસ્કારરૂપ ભાવ મંગળ ગ્રન્થકાર કરે છે. એને અર્થ એ છે કે, સર્વશાસ્ત્ર અને મંગળકાર્યને પ્રારંભ પ્રમોદ ભાવનાથી જ થાય છે. | સર્વ અનુષ્ઠાનને પ્રારંભ “ઇરછામિ ખમાસમણે” સૂત્રથી થાય છે. તે પ્રમોદભાવના પ્રદર્શિત કરવાનો જ એક પ્રકાર છે. કાર્યોત્સર્ગમાં પણ પંચપરમેષિ અને ગ્રેવીસે જિનેશ્વર ભગવંતેનું ધ્યાન હોય છે. તે પ્રમોદભાવનાનો જ વિષય છે. આ. ૧૩