SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ખાવાથી કુબેરને ભંડાર પણ ખૂટી જાય. આપણી પાસે ખાસ મૂડી તે છે નહિં. તમે કુટુંબની જવાબદારી લઈને બેઠા છે તો કમાવા તે જવું જ પડે ને? ઘણીવાર પછી ગરાસિયાએ જવાની હા પાડી. બાઈએ ભાતું બાંધી દીધું. કપડાં બાંધી દીધા. અફીણ બંધાવ્યું. કુટુમ્બની વિદાય લઈ ઘોડા ઉપર બેસીને ગરાસીયે ચાલતે થયે. દશ માઈલ સુધી ગયે. પછી વિસામા માટે એક ઝાડ નીચે બેઠે. અને અફીણને કેફ કર્યો. ઘોડાને એક બાજુ બાંધ્યો. એક બે કલાક વિસામો લઈ ફરી મુસાફરી શરૂ કરી. પણ ઘેડાનું મોટું જે દીશામાંથી આવ્યું હતું તે તરફ થઈ ગએલું. અફીણના કેફમાં ભાઈને કાંઈ ખ્યાલ રહ્યો નહિં, દસ માઈલની મુસાફરી પછી એક ગામ દેખાયું. ગરાસીયાને થયું આ ગામનું પાદર અમારા ગામના પાદર જેવું જ છે. આગળ ગયે, એવી જ શેરીએ, એવી જ બજારે, ગરાસીયે તે મનમાં વિચાર કરે છે. આ ગામ તે અસલ અમારા ગામ જેવું જ છે. દરરોજને ટેવાયેલે ઘડો માલીકની ડેલી પાસે આવી ઉભું રહે છે. ગરાસણ બહાર જ ઉભી છે. ગરાસી વિચાર કરે છે. “આ ઘર પણ મારા ઘર જેવું જ છે. અરે ! આ સ્ત્રી પણ મારી સ્ત્રી જેવી જ છે.” ત્યાં તે ગરાસણી પિતાના પતિને જઈને કહે છે, અરે! તમે પાછા કેમ આવ્યાં? કાંઈ ભૂલી ગયા છે. ? કાંઈ લેવા પાછા આવ્યા છે ? તે કહે છે. અરે બાઈ, હું તે બીજે ગામ આવ્યું છું. હું કાંઈ તારે પતિ નથી. બાઈ કહે છે. અફીણના કેફમાં તમે ભૂલી ગયા. પણ હું જ તમારી પત્ની છું અને આ તમારું ઘર છે. તમે તે પાછા હતાં ત્યાં આવ્યા છે. ગરાસીયાને કેફ ઉતરતા ખ્યાલ આવે છે કે ઘડીનું મોઢું ફરી ગયેલું એટલે પાછે મારા ગામમાંજ હું આવી ગયે. તમે ઉપાશ્રયે ગયા, પસ કરીને આવ્યા, પણ જીવનને વિકાસ કેટલે ? અવગુણ કેટલા ગયા ? ક્રોધ કેટલે ઓછો થયે? જે આત્મ ગુણની વૃદ્ધિ ન થઈ હોય તે હતા ત્યાંના ત્યાં! તપશ્ચર્યા ઉપવાસ પૌષધ આદિ ધર્મ ક્રિયાઓ કરે પણ તે બધાની પાછળ હેતુ ભૌતિક પદાર્થની પ્રાપ્તિને હેય તે ધર્મ માર્ગમાં એક ઈંચ પણ તમે આગળ વધ્યા નથી. તપશ્ચર્યાદિ એકાંત નિર્જરા અને મેક્ષ માટે જ કરવાની છે. દરેક વ્રત પ્રત્યાખ્યાન, તપાદિમાં સંવરપૂર્વકની નિર્જરા થવી જોઈએ. મેટી તપશ્ચર્યા કરી. ચંદનના લેપ લગાડ્યા. પણું અંદર શીતળતા ન આવે, જીવનમાં સુધારો ન થાય તે ભવચકને આંટે એકેય ઘટવાને નથી. મારા સ્વભાવને મારે સુધારે છે. એવું મનપર થાય તે અવશ્ય સુધારો થઈ શકે. માનવી માટે કોઈ વસ્તુ અશક્ય નથી, પણ તેની પાછળ પુરૂષાર્થ કરે જોઈએ. એક સાહેબને ગુસ્સે ખૂબ આવે. પણ તે ગુસ્સો કરવા જેવો નથી. આ મારા સ્વભાવની વિકૃતિ છે, એમ તેને લાગ્યા કરે. એક દિવસ તેમને એક ઉપાય મળી ગયે. એક કવર ઉપર લખ્યું. “ક્રોધ કરનાર માણસનું મોટું ગધેડા જેવું છે.” પિતાના નેકરને બોલાવી કવર આપ્યું અને કહ્યું. જ્યારે મને ગુસ્સો આવે ત્યારે આ કવર તારે બતાવવું.”
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy