SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ફોન જોઈએ, અદ્યતન સાધને જોઈએ. કેટલી મોટી ભીખ ? મોટાને મોટી ભીખ, નાને ને નાની ભીખ. શ્રીમંત કે ગરીબ પણ જેની તૃષ્ણા વધારે એ જ્ઞાનીની દૃષ્ટિએ ભીખારી જ છે. “દુખં હયં જસ ન હોઈ મોહ, મેહો હ જસ્સ ન હોઈ તહા તહા યા જસ્સ ન હોઈ લેહે, લેહ હ જસ્સે ન કિચણાઈ”. ઉત્તરા. અ. ૩૨. ગાથા. ૮. જેણે દુઃખને નાશ કર્યો છે તેને મોહ નથી, જેણે મોહને નાશ કર્યો છે તેને તૃષ્ણા નથી, જેણે તૃષ્ણને નાશ કર્યો છે તેને લાભ નથી અને જેણે લેભને નાશ કર્યો છે તેને લોકમાં કઈ પ્રકારની લાલસા રહેતી નથી. એક ભીખારી ભીખ માગે છે, અને એક દિવસ તેના પર દેવી પ્રસન્ન થાય છે. દેવીને તે કહે છે કે જો તમે પ્રસન્ન થયા છે તે આ મારી થેલી સોના મહોરથી ભરી દયે. દેવી કહે છે એક શરતે ભરી દઉં. જે મારી સેના મહેર નીચે પડશે તે કાંકરા થઈ જશે. “ભલે, ભીખારીએ પિતાની જર્જરિત થેલી ધરી. દેવીએ તેમાં સેના મહોર નાખવા માંડી. થેલી અધી ભરાણું, પોણી ભરાણી, હવે બસ કર'. દેવીએ ભીખારીને કહ્યું. પરંતુ ધનના લોભી ભિખારીએ કહ્યું, આટલામાં શું! હજુ નાખો. થેલીને ઠાંસીને ભરી પણ સેના મહારના વજનથી જર્જરિત થેલી ઝીલી ન શકી અને ફાટી ગઈ. અને બધી સેનામહોર જમીન ઉપર પડતાં કાંકરાના રૂપમાં ફેરવાઈ ગઈ. અતિ લોભ એ પાપનું કારણ છે. તમારે કેથળો પણ પેલા ભીખારી જે છે. તમારે કેટલું જોઈએ છે? તૃષ્ણને તે કઈ પાર નથી. હવે તે જિન માર્ગ ઉપર આવે, હવે કાંઈક સમજે તે સારું, વધારે મોટી ડીગ્રી મેળવીને પૈસે મેળવે છે. તમને પૈસામાં પરમેશ્વર દેખાય છે. પૈસે મેળવવા કરતાં આમા માટે પુરૂષાર્થ કરે તે કલ્યાણ થઈ જાય. ભણેલા ગણેલા બનવું છે. પાંચમાં પુછાવું છે. મોટા થઈને હાલવું છે. ખુરસી મેળવવી છે અને ખુરસી લેવા માટે વોટ મેળવવા છે. “મને વોટ આપજે, મારું નિશાન ઘડે છે. મારું નિશાન તારે છે. આની ઉપર ચેકડી કરજે.” ખુરશી લેવી છે. સત્તા લેવી છે, એને માટે કેટલી મહેનત? પણ સત્તા ખત્તા ખવરાવે છે. માણસ જ્યારે સત્તા ઉપર આવે ત્યારે ઘર ભરવામાં પડી જાય છે. અધિકાર મળે, સત્તા મળી પણ પછી જે સારાં કામ ન કર્યા તે ધિક્કાર મળશે. રામચંદ્રજીને ગાદી મળવાની હતી ત્યારે રાતના ઊંઘ પણ આવી ન હતી. એમને વિચાર આવતું હતું કે આ કાંટાળે તાજ કાલે મારા માથે મુકાશે! પણ સવારે ઉઠતા સાંભળ્યું કે ભારતને ગાદી અને રામચંદ્રજીને બાર વરસને વનવાસ; ત્યારે રામચન્દ્રજી રાજી થયા. ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રી ગોપાલ”. મીરાંબાઈને જીવનમાં પણ શું બને છે! તે જુઓ. રાણે પરણીને ઘરે આવ્યો, પછી કહે છે કે મારે નથી જોઈતી, ત્યારે મીરાં શું કહે છેઃ સારું થયું. મને ભગવાન ભજવાને આ
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy