SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ કયાં જવાને છું? તેનું ચિંતન કરે. જ્યારે અંદરથી આત્માની લગની લાગે અને સ્વરૂપાનંદની લહેર આવે ત્યારે આ બધું છોડી દે છે, અને મોક્ષ માર્ગ તરફ પ્રયાણ કરે છે. સંસારનું સુખ મળવું કે ટળવું એ કર્મને આધીન છે. મજુરે કેટલું વજન ઉંચકે છે, કેટલી કાળી મજુરી કરે છે, પણ સાંજ પડે રેટ ને મરચું મેળવી શકે છે. ઘીનું ટીપું પણ પામતા નથી. શું તમે આવી મજુરી કરે ? ના; શેઠને સહી કરતા પણ નથી આવડતી છતાં ભણેલ અને ગ્રેજ્યુએટ એને ત્યાં નોકરી કરે છે. આ કેવી વિચિત્રતા છે? કચરામાંથી લાખ રૂપિયા મળી જાય છે. સ્વપ્નમાં પણું નહીં ધારેલ એટલા રૂપિયા મળે છે. આ બધું ભાગ્યને આધીન છે. જુઠું બોલીને, કાળા બજાર કરીને, કોઈને છેતરીને પૈસા મલશે આવું તમારા ભેજામાં કેમ બેઠું છે? લાખો રૂપિયા ભેગા કરનારા પણુ નર્કમાં જાય છે. ભવ બદલાયા પછી કોણ કોને ઓળખે છે? લાખો રૂપીયા મૂકી જનાર વ્યક્તિ તે જ ઘરમાં પારેવું થઈને બેસે છે. એને ઉડાડે તે પણ ફરી તે ત્યાં ને ત્યાં બેસે છે. ઉડાડનારને કયાં ખબર છે કે એ મારે બાપ છે. ગમે તેટલા પાપના પિટલા બાંધશે તે પણ પરભવમાં તમારી સાથે વૈભવ આવવાને નથી. મરીને જનારા સાથે શું બાંધી ગયા ! . જન્મીને મરી જાવું એટલી જ વાત છે, એમાં તે માનવીને કેટલી પંચાત છે !”. બર્થડે ઉજવે છે ને ! આ ગાંઠમાંથી વરસ છુટી ગયું. ઘણા પુન્યથી મનુષ્ય દેહ મળે. તેનું આખું વરસ વહી ગયું તેમાં પુન્ય કેટલું ઉપાર્જન થયું ! તમે ઘણા ભાગ્યશાળી છે કે તમે અમેરીકામાં જગ્યા નથી કે જ્યાં ધર્મ નથી. અહીં સદ્દગુરૂ મળ્યા છે, સદુધર્મ મળ્યો છે, આ રૂડે અવસર મળે છે, વીતરાગની વાણી સાંભળવા મળી છે. હવે તમારે આરાધના કરવી છે કે વિરાધના? આવો રૂડો અવસર મળે છે. ને આરાધના નહી કરે તે કયાં જશો! કરોડપતિને દીકરે નિશાળે જતા હોય અને કોઈ દાદા ચોકલેટ વેચે છે તે પણ બધાની જેમ ચોકલેટ લેવા માટે હાથ લંબાવે છે. પણ એને ખબર નથી કે હું શ્રીમંત પુત્ર છું, અણ સમજમાં ચેકલેટ માગે છે. જ્યારે મોટો થશે ત્યારે સમજણ પડશે કે હું તેને દીકરો છું અને મારી પાસે કેટલી સંપત્તિ છે. હું ચોકલેટ માટે હાથ લંબાવું ? પ્રથમ લંબાવ્યું હતું તેની હવે શરમ આવે છે. “મારા પિતા તે આવી કેટલી ચેકલેટો આપી શકે તેમ છે.” એમ જ્યારે સ્વરૂપ ભણી દ્રષ્ટિ વળે છે ત્યારે ચૈતન્ય દેવની વિભૂતિ નિહાળતા ખ્યાલ આવે છે કે મારા આત્મામાં કેટલે વૈભવ છે ! કેટલી તાકાત છે! કેટલી શક્તિ ભરેલી છે! ટચલી આંગળીએ મેરુ પર્વત ધ્રુજાવી નાંખે એવી ચૈતન્યમાં તાકાત છે. અનંત ઋદ્ધિને સ્વામી હું-મારે આવી રીતે ભીખ માંગવાની હોય ? કદી નહીં, અઢળક સંપત્તિને સ્વામી ભીખ માંગે? મારે પંખે જોઈએ, રેફરીએટર જોઈએ, રેડી જોઈએ,
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy