SearchBrowseAboutContactDonate
Page Preview
Page 633
Loading...
Download File
Download File
Page Text
________________ १२० અનુકરણ મૂકી ઠાણેણં મણેલું ઝાણેણં અપાણે સિરામિ કરી બેસી જાઓ. કરી જાઓ. અને વિચાર કરે કે આનંદને પિંડ આત્મા અને આનંદ દેખાય કે નહિ? નાટકના પડદાના દક્ષે જે વાસ્તવિક સ્વરૂપને ભુલી રડવા માટે બેસું? બહાર દેખાય છે તે સ્વરૂપ મારું સ્વરૂપ નથી. હું તે તે બધાથી નિરાળ છું. જીવનમાં એકવાર પણ આત્મ-તત્વરસ અનુભવે હેય પછી તેની ખુમારી ઉતરે નહિ. લીંડી પીપરને ૬૪ ૫હેર સુધી ઘુંટવાથી તેમાં તાકાત આવે છે, શક્તિ પ્રગટ થાય છે, જરાક તેને ખાવાથી પણ શરીરમાં ગરમાવો આવે છે. પપરમાં શક્તિ હતી તે વ્યક્ત થઈ છે. ઉંદર કે કાનકડીયાની લીંડી ખાવાથી ગરમી કે તાકાત ઉત્પન ન થાય. તેમ અનંતજ્ઞાન, અનંતદર્શન અનંત વીર્યને સ્વામી આત્મા છે. તેમાં ઘૂંટણ કરે તે શક્તિ પ્રગટે. પણ જડ પદાર્થો પાછળ ગમે તેટલું ઘુંટણ કરશે છતાં તેમાંથી આત્મ તાકાત પ્રગટવાની નથી. પરના વિચારે અને તેનાં સંકલ્પ વિકલ્પ ચાલ્યા જ આવે છે. તેને લાવવા પડતાં નથી. કારણ અનાદિકાળથી તેને અભ્યાસ થઈ પડે છે. હવે તેને દૂર હટાવી આત્મ સ્વરૂપમાં સ્થિર થવાની સાધના કરવાની જરૂર છે. અનંત રિદ્ધિસમૃદ્ધિને સ્વામી એ હું, સિદ્ધની સાથે બેસવાની મારી ગ્યતા અને આજે અહીં રખડતે શા માટે! સાધને સુંદર મળ્યાં છતાં રહે શા માટે બની ગયું છું કે ઘર સામે જવાનું જ સુઝતું નથી! બુદ્ધિના અનેક ખેલ ખેલનાર વકીલ, ડોકટર આદિના હાથમાં સાવરણે શેભે ખરે? અનંત શક્તિસંપન્ન આત્મા, નહીં કરવા યોગ્ય કામ કરી રહયો છે તે શું તેને માટે શોભાસ્પદ છે? જડભાવને મૂકી આત્મતત્વની જ વિચારણા કરવી તે તારું કર્તવ્ય છે. તે માટે પ્રથમ સમ્યક દર્શનની જરૂર છે. એકડા વિનાના હજાર મીંડા પણ નકામાં છે. તેમ સમ્યગ્દષ્ટિ વિનાની ક્રિયા વિકટ્ટીના કારણરૂપ બનતી નથી. હું આત્મા છું એવા ભાવે જાગૃત કરે. પરથી હું સુખી, પરથી હું દુખી એમ માની આત્મા ખુવાર થઈ ગયો છે. બૈરી રાજી તે હું રાજી, મારૂં ધાર્યું થાય તે હું રાજી, ન થાય તે મિજાજ જાય! આવું એક ભવથી નહીં પણ અનંત ભવથી આત્મા કરતું આવ્યું છે. આમાં કોઈ વિશેષતા નથી. કાંકરા પ્રાપ્ત કરવામાં ગાળી નાખવા જેવી આ જીંદગી નથી. કારણ એકઠાં કરેલા ધૂળના ઢેકા તે મૂકીને ચાલ્યા જવાનું છે, સાથે કાંઈ આવવાનું નથી. ધન પ્રાપ્તિ માટે ધમાધમ ઓછી કરે. તમે તે એમ માને છેને કે પૈસા જ જીવનનું સર્વસ્વ છે. પૈસા પાસે હોય તે અધે ભાવ પૂછાય, માન કીતિ મળે અને સમાજમાં આગળ આવી શકાય. પૈસાવાળે કાળો હોય, ખૂધ નીકળી ગઈ હોય છતાં તેને સૌ “સાહેબ સાહેબ કરે છે. પૈસાવાળા ભાઈને બહેની પ્રેમથી સત્કારે છે. માતા દીકરા-દીકરો કરે છે. આજે સમાજમાં પૈસાનું
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy