SearchBrowseAboutContactDonate
Page Preview
Page 618
Loading...
Download File
Download File
Page Text
________________ કરવું તે સમજાતું નથી. ત્યાં તે એકદમ અવાજ આવે છે હે મુનિ ! તારો ધર્મ છેઠે દે. નહિતર તને મારી નાખીશ. મુનિ જરા પણ ડગતા નથી. એટલે ઉપાડીને ઉચે ઉછાળે છે. અને ત્રિશુળની તિક્ષણ ધાર પર ઝીલે છે. ભાલે ઝીલાતી વખતે પણ મહાનુભાવતા ઝળકી ઉઠે છે. ત્રિશુળ વાંસામાંથી પેટમાં સેંસરું નીકળે છે. લેહીની ધાર થાય છે. તેના ટીપાં પાણીમાં પડતાં મુનિ જુએ છે. એના હૈયામાં કરણને સ્ત્રોત વહે છે. અરેરે! આ મારા લેહીના ટીપાંથી પાણીના કેટલા જીવોની હિંસા થાય છે! જેમ જેમ ટીપાં પડે છે તેમ તેમ મિચ્છામિ દુક્કડ લે છે. પાપભીરુ બેલવામાં જ કામ લાગે તેમ નથી. મુનિને કેટલી દયા છે! માત્ર પાપથી ડરું છું એમ બેલનારની બેર જેટલીયે કિંમત નથી. ટાઈમ આવ્યે વિરાધનાથી બચવાનો પ્રયત્ન કરવાને છે. વધને પરિસહ છતાં ડગતાં નથી. દેવે જોયું કે તેઓ બરાબર સ્થિર છે, એના હૈયામાં કેવી કરૂણા રમી રહી છે. પાપના ડરથી આત્મા ઓતપ્રેત છે. દેવે તરત પિતાવી માયા સંકેલી લીધી ને વહાણમાં મૂકી દીધાં. પછી શિઘ્રતાથી કાને કુંડળ, માથે મુગટ ધારણ કરી મનિના પગમાં પડી દે ક્ષમા માગે છે, હે મુનિ ! આપને ધન્ય છે, જેને દેહાધ્યાસ છૂટ હોય તે આવી ક્ષમા ધારણ કરી શકે છે. જે આત્માના સ્વરૂપને જ જેવાવાળા હોય છે. “જે વં જાગ સઘં નાણજે એક આત્માને જાણે છે તે લેકાલકને હસ્તની રેખા જેમ જોઈ શકે છે. વીરંગતકુમાર દીક્ષા લઈને અગિયાર અંગને અભ્યાસ કરે છે. કારણ કે જ્ઞાન વિના જીવ-અછવાદિ નવ પદાર્થનું જાણપણું થતું નથી. જાણપણું ન હોય તે દયા કયાંથી પળાય? જ્ઞાનની પ્રથમ જરૂર છે, नाण च दंसण चेव चरितं च तवो तहा। एस मग्गुति पन्नत्तो जिणेहि वरदं सिहि । જ્ઞાન-દર્શન-ચારિત્ર તપ અનુક્રમે છે. તપથી આત્માને મેલ ધવાય છે. તપ એકાંત નિર્જરા માટે જ કરવાનું છે. શરીર પાસેથી કામ લે. સુતાર કે દરજી તમારે ત્યાં કામે આવે ને બેઠા બેઠા બીડી ફેંકે, ચા પીએ ને કામ ન કરે તે તમે એને ૧૦-૧૨ રૂ. રાજના આપશે? તમને કામ ગમે છે કે ધામ? “ધામ” તે આ શરીર પાસેથી પણ કામ લેવાનું છે. તપ દ્વારા શરીર પાસેથી કામ લે. આ શરીર દુર્બલ થઈ જશે, માટે તપ, જપ, વ્રત આદિ નહિ કરે તે શું કરશે? આ દેહ તે સડણ-પઠણ અને વિધ્વંસણુ સ્વભાવ વાળો છે. માટે કાયાને આત્માના લક્ષ્ય કષ્ટ આપો. ઘણુ માણસે કસરત કરવા જાય છે ત્યાં હશે હોંશે દંડ કરે અને અહિં વંદણું કરતાં પણ પગ દુઃખવા આવે. बन्दणएणं भन्ते ! जीवे कि जणयइ ? वन्दणएण नीयागोंय कम्मं खवेइ । उच्चा गोयं कम्म निबन्धइ । सोहगं च णं अपडिहयं आणाकलं निवत्तेइ । दाहिण भावं च णं जणयइ ॥
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy