SearchBrowseAboutContactDonate
Page Preview
Page 607
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષણિક સુખમાં શાંતિ, સમાધિ અને આનંદ માને છે ત્યાં સુધી પરમાનંદની પ્રાપ્તિ નહીં થાય. કેટલાક જ શબ્દાનંદમાં મસ્ત બની રહ્યા છે. સુમધુર શબ્દો શ્રવણ ઇન્દ્રિયમાં પડે તે તે સાંભળવામાં આનંદ માણે. પિતાનું નામ સાંભળે તે આનંદ આવે. રોજ નામનું રટણ કરીએ છીએ. એની આસક્તિ એટલી વધી કે નામ સવરૂપ બની ગયા. અને આત્મ સ્વરૂપને ભૂલી ગયા. વિશ્વ આખુ નામ વધારવામાં પડયું છે. પેઢી પર, ચોપડા પર, વિઝીટીંગ કાર્ડ પર, દરેક વસ્તુપર પિતાનું નામ લખે. જેથી પોતાનાં નામને મહિમા ગવાય છે. ૧૫૦૦૦ રૂ.નું દાન કર્યું તે ઉપાશ્રયમાં તકતી મુકાવે. ધર્મશાળા, પરબ બંધાવે તે પણ નામ. આ બધા પાટીયા-દાન કહેવાય. દાન આપીને નામના મેળવવાની કમાણી કરે. આટલી મિલક્ત આપી તેની જાહેરાત થાય તે ઠીક. પણ તારી મિત જ કયાં છે? આવ્યા નગન, જાવું નગન, કેને છગન કોને મગન.” એટલે જશે ત્યારે સાથે કાંઈ આવવાનું નથી. એટલે નામ ભૂસતા શીખવાનું છે. આપણે આપણા નામને ભૂલી પ્રભુના નામ-સ્મરણનાં શબ્દાનંદનો આસ્વાદ લેતાં પરમાનંદની પ્રાપ્તિ કરવાની છે. શદાનંદમાંથી શ્રદ્ધાનંદમાં જવાય છે. પ્રભુ-નામ-સ્મરણને સતત જાપ કરવાથી આપણા હૈયામાં શ્રદ્ધાને સુંદર દીપ પ્રગટે છે, તેનાથી અજ્ઞાનનાં અંધારા ઉલેચાય છે. જીવ મિથ્યાત્વમાંથી સમ્યકત્વને દીપ પ્રગટાવે છે. અનેક પ્રકારનાં ભયમાંથી મુક્ત બને છે. એ આનંદ અનુભવાનંદ તરફ લઈ જાય છે. શ્રદ્ધાનાં મજબુત પાયા પર અનુભવની ઈમ રત ચણાય છે. શ્રદ્ધાની જેટલી મજબુતી તેટલી અનુભવની પ્રતીતિ. અનુ. ભવાનંદ શબ્દોથી વ્યક્ત કરી શકાતું નથી. મુખ પરની પ્રસન્નતાથી વ્યક્ત થાય છે. આ ત્રણ પછી જીવ પરમાનંદને પ્રાપ્ત કરે છે. પરમાનંદએજ પૂર્ણાનંદ છે. હીરા પરનું આવરણ ખસી જતાં તેજ પ્રસરે તેમ આત્મા પરથી અજ્ઞાનનું આવરણ ખસતાં આત્મા જ્ઞાનાનંદમાં મસ્ત બને છે. જે જ્ઞાનાનંદમાં મસ્ત બને તે પૂર્ણાનંદને પ્રાપ્ત કરી શકે છે. પૂર્ણાનંદ મેળવવા માટે જે ધમને શરણે જાય છે તે શાશ્વત સુખને વરે છે. રોહિતક નગરીમાં આચાર્ય ભગવંત પધાર્યા છે. નગરજને દેશના સાંભળવા જઈ રહ્યા છે. આ સાંભળીને વિરંગત કુમારને પણ જવાનું મન થાય છે. તરત જ ચાર ઘંટાવાળે અધરથ મંગાવે છે. માતાને લાડીલે, હૈયાને હાર, પિતાને વલ્લભ ભાવિને યુવરાજ રથમાં બેસીને મેઘ નામના ઉદ્યાનમાં આવે છે. અને સ્થવિર ભગવાનને બાધ એકાગ્રચિત્તે સાંભળે છે. સાંભળતાં હૈયામાં આનંદની ઊમિ ઉછળી રહી છે. હર્ષોલ્લાસપૂર્વક સાંભળે છે. આચાર્ય ભગવંત કહે છે. - “ોડથું નત્યિ ?હું એકલો છું, મારૂં કઈ નથી, શરીર પણ મારું નથી,
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy