SearchBrowseAboutContactDonate
Page Preview
Page 587
Loading...
Download File
Download File
Page Text
________________ પહ૪ આ કુમાર ખૂબ હોંશિયાર અને પરાક્રમી થયે છે તે જાણે રાજાણીને ખૂબ આનંદ થયે, અને ગુરૂજીને જીવનપર્યન્ત ખાય તે પણ ન ખુટે તેટલું દાન દક્ષિણામાં આપ્યું. કુમાર બાલ્યકાળ વટાવી યૌવનમાં પ્રવેશે છે, તેમ જાણી રાજાએ બત્રીસ મહેલો બનાવરાવ્યા અને વચ્ચે એક મોટું ભવન તૈયાર કરાવરાવ્યું. તેમાં અનેક હતા. અને અત્યંત શોભાયમાન હતું. તે પછી બત્રીસ સુગ્ય શ્રેષ્ઠ રાજવર કન્યાઓ સાથે કુમારના લગ્ન કરવામાં આવ્યા. કુમાર પાંચ ઈન્દ્રિયનાં મણ સુખે ભેગવતાં વિચારવા લાગ્યા तेणं कालेणं तेण समएणं सिद्धत्था नाम आयरिया जाईसंपन्ना जहा केसी नवरं बहुस्सुया बहु परिवारा जेणेव रोहीडए नयरे जाव जेणेव उवागया अहापडिरुव जाव विहरंति परिसा निग्गया ॥ તે કાળ અને તે સમયે કેશીશ્રમણનાં જેવા જાતિવાન તથા બહુશ્રુત અને બહુ શિષ્યપરિવારવાળા સિદ્ધાર્થ નામનાં આચાર્ય હિતક નગરમાં પધાર્યા. આચાર્યદેવ અનેક ગુણસંપન્ન હતા. સાધુજીવનને ઉત્કૃષ્ટ આચાર પાળનાર હતા. ધમની વાત કરનારા ઘણાં હોય છે. પણ તાણાવાણાની માફક તેને જીવનમાં વણી દેનાર ઓછા હોય છે. બહારને ચળકાટ ઘણામાં દેખાય પણ ગુણધારી ઓછા હોય છે. દરેક વનમાં ચંદન હેતું નથી. તેમ ઘેર ઘેર સીતા દેતી નથી, અને દરેક જગ્યાએ તથારૂપના સાધુએ કહેતા નથી. - એક વખત અકબર અને બીરબલ બેઠા છે. ત્યાંથી માણસે નવાં નવાં વસ્ત્રોઅલંકારો પહેરી પસાર થાય છે. સૌના મુખ પર આનંદની સુરખી છે. અકબર બીરબલને પૂછે છે, આજે શું છે? લેકો આજે હર્ષોત્સવ શેને ઉજવી રહ્યા છે? બીરબલ જવાબ આપે છે કે આજે વિક્રમ સંવત બદલાય છે. નવા વર્ષની શરૂઆત આજથી થશે. આજે બધા સાલમુબારક કરે છે અને નવા વર્ષના આનંદમાં છે. આ સાંભળી અકબરે કહ્યું, “બિરબલ! વિક્રમ રાજાનાં નામને સંવત ચાલે છે તે મારી કાઢ ને! બિરબલે કહ્યું, “મહારાજ! કોઈપણ વસ્તુ ખરીદવી હોય તે તેની એગ્ય કિંમત ચૂકવવી જોઈએ. સંવત ચલાવનારનું મૂલ્યાંકન જેવું તેવું નથી. રાજા વિક્રમ પરદુઃખભંજન અને પરાક્રમી હતા. પરદાર સદર હતા. પારકાના દુઃખે દુખી થનાર હતા. તેમના જીવનમાં અનેક પ્રશંસનીયપ્રસગે છે. તેમાંથી હું આપને એક પ્રસંગ કહી સંભળાવું છું. એક વખત રાજા વિક્રમ ઘોડા પર બેસી વિદેશયાત્રા માટે જઈ રહ્યા હતા. જંગલમાં પસાર થતાં એક માણસને રડવાને અવાજ સંભળાય. તેઓ અવાજની દિશામાં ગયા. ત્યાં એક ગરીબ માણસ ખૂબ આકંદ કરી રડી રહ્યો હતે. રાજાએ તે વૃદ્ધ ગરીબને આશ્વાસન આપતાં વસે પસવાળતાં પૂછયું “ભાઈ! તારે શું દુઃખ છે? શા માટે રડે છે ? વૃધે જવાબ આપે, “મારા દાખની કહાની સાંભળી આપને શું ફાયદે? મારું દુઃખ કે દૂર કરી શકે તેમ નથી.
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy