________________
કેટલાક પિતાના જીવનને અભડાવી મૂકે છે. ત્યાંના કુસંસ્કારોની તેમના પર ઊંડી છાપ પડે છે. તે મા બાપ જોતા નથી. આધ્યાત્મિક શક્તિ લેપ થતી જાય છે. ભૌતિકવાદનું વાતાવરણ ઘણું ઘેરું બનતું જાય છે. અને અંતે આલેક, પરલેક, આત્મા, પરમાત્મા વગેરે વાતે હમ્બગ લાગે છે, માત્ર કલપના જેવી લાગે છે.
આ ભૌતિકની ભૂતાવળમાંથી બચવું હોય તે પરમાંથી સુખબુદ્ધિ ઉઠાવી લે. નિજ આત્મામાં અનંત વૈભવ છે, તેનાં દર્શન કરો. જડ ચૈતન્યનું ભેદ-વિજ્ઞાન કરે. જ્ઞાન, દર્શન, ચારિત્ર્યમાં રક્ત રહી આત્મધ્યાનમાં મસ્ત બને. ધ્યાન પછી જ સમાધિ આવે છે. સંક૯પ વિકલ્પથી મુક્ત બને તે નિર્વિક૯૫ દશાને પ્રાપ્ત કરે. અશુભ ત્યાગ કરી શુભમાં આવી આગળ વધે.
ભૌતિક સાધનેએ માણસને ઉલે બનાવી દીધો છે. કેપ્યુટર આવ્યા અને બુદ્ધિની કસરત ઘટી ગઈ. પહેલાનાં ભણતરવાળે ગમે તેવો હિસાબ કરે હોય તે કરી દેતે. આજે કોમ્યુટર ડીજ મિનિટોમાં મોટા મોટા આંકડાના હિસાબે કરી આપે છે. એટલે માણસ તેને આધીન બનતો જાય છે. આજે અભ્યાસ-ક્ષેત્રમાં પણ વિસ્તાર વધે છે! ઉંડાણ ઘટયું છે. પુસ્તક ઘણું વધ્યાં પણ મગજનું ખાતું નાનું બનતું જાય છે. ડમ્બલ ગ્રેજ્યુએટ થયેલાની પણું સમાજમાં કઈ કિંમત નથી. તેને સામાન્યમાં સામાન્ય નોકરી શોધવી પડે છે. પહેલા ગુરુકુળમાં વિઘાર્થીઓ બહોતેર કળામાં પારંગત થતાં. કોઈપણ જાતના ભેદભાવ વિના ગુરજી વિદ્યાથીઓને ભણાવતા, રાજપુત્ર હોય કે સામાન્ય કક્ષાને વિદ્યાર્થી હોય, દરેકની પાસે કચરા કાઢવાનું, પાણી ભરવાનું, લાકડાની ભારી લાવવાનું વિગેરે કામ કરાવતા.
વીરંગતકુમાર ૭૨ કળામાં પારંગત થઈ ગયો. એટલે ગુરૂજીએ તેને રાજાને સાં. અને કહ્યું, આ બધા વિદ્યાર્થીઓની બીજા કોઈ વિદ્વાન આચાર્ય પાસે પરીક્ષા લેવરાવે. રાજાએ તેમ કર્યું અને વીરંગતકુમાર દરેક પરીક્ષામાં પ્રથમ નંબરે આવે. શિષ્ય સારે નિવડે તે જોઈ ગુરૂનું હૈયું કેટલું પ્રફુલિત થાય? તેમને કેટલે સંતોષ થાય! કુંભાર ખાણમાંથી માટી લાવી, માટીને પલાળી એકરસ બનાવી ખૂદે, ખૂંદીને પીંડા બનાવે, તે પીડાને ચાકડે ચડાવે. ચાકડે માટીને આકાર આપે અને પછી દોરીથી છેદ કરે. તે વાસણને તડકે મૂકે તડકે તપાવ્યા પછી ટપલું મારી ટીપે, ટીપ્યા પછી પણ નીંભાડાપાં પકવે. આમ અગ્નિપરીક્ષા કર્યા પછી વાસણ પરિપકવ થયું ગણાય. તે પછી તે વાસણ બજારમાં વેચવા મૂકે. પણ પરિપકવ થયા પહેલાં બહાર મૂકે નહીં. તેમ ગુરૂ પણ પિતાનાં વિદ્યાર્થીને બરાબર ભણાવ્યા પછી પરીક્ષા દેવડાવે. જે માટલું બેડું નીકળે તે કુંભારને સાંભળવું પડે તેમ શિષ્ય બેદો નીકળે તે ગુરૂને સંભાળવું પડે.