SearchBrowseAboutContactDonate
Page Preview
Page 580
Loading...
Download File
Download File
Page Text
________________ સુધી અને ચારિત્રની આરાધના-યાખ્યાત ચારિત્ર ન પ્રગટે ત્યાં સુધી કરવાની છે. કોઈ કહે તમે બહુ સારું ચારિત્ર પાળે છે. એમાં ગર્વિષ્ટ બની જવાની જરૂર નથી. હજુ ઘણું પ્રાપ્ત કરવાનું બાકી છે. જ્યાં સુધી કષાયને સંપૂર્ણ ક્ષય ન થાય ત્યાં સુધી વીતરાગતા ન આવી શકે કેવળજ્ઞાન તથા કેવળદર્શન ન પ્રગટી શકે. આપણામાં ક્રોધ કેટલું છે? કઈ જશક પ્રતિકુળ વચન કહે ત્યાં ઉથલી પડશું. જરાજરામાં અભિમાની બની જઈશુ. અર્થવિનાની વાત હોય છતાં માયાના ભાવ આવી જશે. અને લાભના ભાવથી પણ મુક્ત નથી બની શકતા. એમાં યથાખ્યાત ચારિત્ર કયાંથી આવે? પંડિતવીર્ય, શુકલ ધ્યાન, અગી દશા આપણે પ્રાપ્ત કરવાની છે. આપણી શક્તિને આપણામાં ફેરવવાની છે. ઘીના ડબ્બાને ગરમ કરી ઘીને બરણીમાં નાખવું હોય અને બરણીનું મોટું સાંકડું હોય તે કેટલી સાવધાનીથી કામ કરવું પડે છે? ઉપગને કયાંય બીજે જવાદે તે બરાબર ધાર થાય નહીં અહિં પણ ઉપગને સ્વમાં જોડવાને છે સમયે સમયે જાગૃત રહો કે ઉપગ, ધર્મધ્યાનમાં રમે છે કે આર્તધ્યાનમાં? એક માળા ફેરવતાં અનેક વાર મન સંસારનાં વિકલ્પ કરી લે છે. સામાયિક કરીને બેઠા ને શાક લેવા જવાનાં વિચાર આવશે. આ બધા કચરાઓ છે, કિંમતી નેટે નથી. કચરાઓ અને પસ્તીથી કબાટનાં કબાટ ભરી છે પણ તેનાથી કમાણી શું કરી શકશે ? - 1 લાખ રૂપિયાની નોટ હોય તે પણ કાગળ છે, પસ્તીને પણ કાગળ છે અને મકાનને પ્લાન બનાવ્યું હોય તે પણ કાગળ છે, પણ કાગળ કાગળમાં ફેર હોય છે, એમ દરેકના જીવન જીવનમાં પણ ફેર હોય છે. જ્ઞાનીનું પણ જીવન છે. અજ્ઞાનીનું પણ જીવન છે. શ્રાવકોનું પણ જીવન છે અને ઉપભોગપરિભેગમાં અતિરક્ત હોય તેનું પણું જીવન છે. એકનું જીવન લાખ કરોડ રૂ. કરતાં પણ અતિ કિંમતી અને પવિત્ર છે, જ્યારે બીજાનું પસ્તી કરતાં, કચરા કરતાં પણ તુચ્છ છે, માટે ધર્મમાં પ્રગતિ કરો. અકષાયભાવને કેળો, તે નહીં જોયેલુ જેવાઈ જશે, નહીં સાંભળેલું સંભળાઈ જશે, નહીં અનુભવેલું અનુભવમાં આવશે અને અપ્રાપ્યની પ્રાપ્તિ થશે. એક શિષ્ય જ્ઞાન મેળવવાની ઉત્કૃષ્ટ ભાવનાવાળે હતે. તે જ ગુરૂ પાસે આવે અને જ્ઞાન મને આપે, એમ માંગણી કરે. ગુરૂ તેમને “ધો ”ની ગાથા આપે પહેલાનાં જમાનામાં લેખિત પ્રતે નહતી, મુખપાઠ લેવાની પ્રથા હતી, આ શિષ્ય એક પદ ગોખે તો બીજું ભૂલી જાય અને બીજુ યાદ રાખે ત્યાં ત્રીજું ચાલ્યું જાય. ખૂબ ખૂબ તેની પાછળ મચ્યા રહે છતાં કંઠસ્થ એક ગાથા પણ થાય નહીં. અંતરાય કર્મને એ જોરદાર ઉદય કે જ્ઞાન ચડે જ નહીં. વર્ષો સુધી એક ગાથા પાછળ પ્રયત્ન કર્યો, છતાં ધીરજ હારી જતાં
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy