SearchBrowseAboutContactDonate
Page Preview
Page 579
Loading...
Download File
Download File
Page Text
________________ ઠકમાં તાવીજ પહેરે. વળી તેને ધૂપ ધૂમાડો ઘો. ઝામરને દોરે રાખે, જે દોરે રાખવાથી ઝામર મટી જતું હોય તે ડોકટર પાસે શા માટે જાવ છો? તમારી શ્રદ્ધાનાં શા વખાણ કરવા? બાંધી મૂઠી જ રાખવી સારી. ખરું ને? બેદાશ હોય તે કાઢી શ્રદ્ધામાં સાચા બને. વીતરાગ જેવા અલૌકિક દેવ મળ્યા છે, બીજાને દેવ તરીકે સ્વીકારવાનું મૂકી દયે. વિવેક દષ્ટિને કેળ અને કરણીમાં આવે. જાણેલું જીવનમાં ઉતારે. શિક્ષા બે પ્રકારની છે (૧) ગ્રહણ શિક્ષા અને આસેવન શિક્ષા. વહુનાં સ્વરૂપને યથાર્થ રીતે જાણવું. ગ્રહણ કરવું તે શિક્ષા છે. પાંચ સમિતિ ત્રણ ગુપ્તિ, પંચ મહાવ્રત આદિ ધર્મનાં સ્વરૂપને સાંભળવાથી જ્ઞાન થાય. सवणे नाणे विन्नाणे पच्चखाणेय संजमे । अणहनए तवे चेव वेदाणे अकिरियासिद्धि । ભગવતી સૂત્રમાં કહ્યું છે જિં છે? શ્રવણ કરવાથી શું લાભ થાય? શ્રવણ કરવાથી જ્ઞાન થાય નાળે જિમ્ છે ! જ્ઞાનનું ફળ શું? જ્ઞાનનું ફળ વિજ્ઞાન વિજ્ઞાનનું ફળ પચખાણ, પચખાણુનું ફળ અનાશ્રવીપણું, અનાશ્રવીપણાનું ફળ તપ અને તપનું ફળ દાણું એટલે કર્મ બેદા થવાં તે. દાણેનું ફળ અક્રિયા અને અક્રિયાનું ફળ સિદ્ધિ છે. શ્રવણ એ શરૂઆત છે. અને સિદ્ધિ એ પરાકાષ્ટા છે. સિદ્ધ દશા પ્રાપ્ત કરવા માટે હૃદયપૂર્વક શ્રવણ કરવું જોઈએ. તમને સાંભળવું ગમે છે કે કંટાળો આવે છે? સાંભળવાથી પુણ્ય પાપ ધર્મ વગેરેની ખબર પડે છે. પુણ્યથી અનુકૂળતા મળે છે. પાપથી પ્રતિકૂળતા મળે છે અને ધર્મથી શુદ્ધ ભાવ પ્રગટ થાય છે. કર્મની નિર્જરા થાય છે. આંશિક કર્મક્ષય થવે તે નિર્જરા છે. અને સંપૂર્ણ કર્મને ક્ષય થવે તે મોક્ષ છે. મેક્ષ જોઈને હેય તે ગ્રહણુશિક્ષા પછી આસેવન શિક્ષાને ગ્રહણ કરે. આસેવન શિક્ષા એટલે જે સમજ્યા હોય તેને પ્રત્યક્ષ જીવનમાં ઉતારવું. જ્ઞાનની અંદર ઓતપ્રેત થઈ જવું જોઈએ. જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કયાં સુધી પ્રયત્ન કરવાનું છે? કેવળજ્ઞાન પ્રાપ્ત થાય ત્યાં સુધી. તમે બધા શું કાંઈ અભ્યાસ કરે છે? તમને એમ થાય કે હવે ઉંમર થયા પછી અમને કાંઈ ન ચડે. પણ પુરૂષાર્થ કરે તે બધું પામી શકે. તમે વૃદ્ધ થયા, દિકરાને ત્યાં દિકરા થયા, છતાં બજારમાં કેમ જાવું જોઈએ ! આ જમાને કેવો છે? મેંઘવારી કેવી છે? હાથમાં થોડું હોય તે વાપરવા થાય ને? એમ માનીને પણ પુરૂષાર્થ કરે છે ને ! તે ધર્મમાં કેમ પુરુષાર્થ કરતા નથી ? જ્ઞાની પુરૂષે તે કહે છે કેવળજ્ઞાન થાય ત્યાં સુધી અતૂટ પુરૂષાર્થ ઉપાડે, જબર સાધના કરે. જ્ઞાન મેળવવા પાછળ પડે. “નોન ટૂંકરે મા વરી.” જ્યારે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યારે રહસ્યની સર્વવાત જણાઈ જાય છે. કેવળજ્ઞાન કયારે થાય? જ્યારે જીવનમાં કષાયને એક અંશ પણ ન રહે ત્યારે કેવળજ્ઞાન થાય. દર્શનની આરાધના કયાં સુધી કરવાની? જ્યાં સુધી સાયક સમકિત ન થાય ત્યાં
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy