SearchBrowseAboutContactDonate
Page Preview
Page 560
Loading...
Download File
Download File
Page Text
________________ અંતર કયારે તૂટશે? ત્યાગ, વૈરાગ્યમય જીવન બનાવી, વિષય કષાયનું દમન કરી તરફ મારા પગલાં જોરદાર ક્યારે ઉપડશે? હે પ્રભુ! હવે હું થાકી ગયે છું. આ ત્રાસથી કંટાળી ગયા છું, મને શીધ્ર તારા જે બનાવ. હે પ્રભુ! મારું જીવન સળગી રહ્યું છે. તેને શાંત કરવાની જડીબુટ્ટી તે બતાવ. હૈયે તમારે સત્ય-અહિંસા પ્રેમ કરૂણા પ્રગટે, અસત્ય હિંસા, વેરઝેરમાં જીવન મારૂં સળગે, શાંત સમાધિ લાધી તમને મારે ભડકા ભીતર, મારી તમારી વચ્ચે લાખ જન કેરૂં અંતર... હે ભગવાન! તમે ક્ષણે-ક્ષણે જાગૃત રહીને અનુપમ સાધના કરી. તમારા પર ઉપસર્ગ અને પરિષહની અનેક ઝડી વરસી, છતાં હૈયામાં ઉકળાટ નહિં. એક સીસકાર પણ કર્યો નહિ. ગમે તેવી પરિસ્થિતિમાં પણ તમારા હૈયેથી અહિંસા અને કરૂણા વરસી રહી, અને હું પામર, વિષય-કષાયમાં અને વેરઝેરમાં સબડતે રહ્યો છું. તમે શાંત-સમાધિ પ્રાપ્ત કરી અને મારે હૈયે ભડકાં બળી રહ્યા છે. “ઊંચે ઊંચે તમે ચડ્યા, હું નીચે નીચે પડતે, મુક્તિપદને પામ્યા તમે, હું લખારાશી ફરતે, કેમ કરી આ અંતર તૂટે, એ જ વિચારૂં નિરંતર....મારી તમારી હે પ્રભુ! તમારી પ્રખર સાધનાનાં અલૌકિક બળે તમે ઊંચે ઊંચે પહોંચી ગયા. અને હું હતભાગી રખડતે રઝળતે રહી ગયે. હવે આ તારૂં ને મારું અંતર કયારે તટે એ જ નિરંતર વિચારી રહ્યો છું. ખરેખર! સાધનાને માર્ગ સુંવાળ નથી, પણ કાંટાળો છે. એકેક ઈન્દ્રિય પણ વિજય મેળવવા માટે સાધકે આત્મ-સંગ્રામમાં તુમુલ યુદ્ધ ચલાવવું પડે છે. અદમ્ય ઉત્સાહ અને અપૂર્વ શ્રદ્ધાથી મુશ્કેલીઓને સામને સહર્ષ કરે પડે છે. વિષય તરફ દેટ મૂકવાનાં અનાદિકાળના સંસ્કારને દૂર કરવા ભગીરથ પ્રયત્ન કરવાને છે. એક વખત સાધુઓની મીટીંગ ભરાણી. તેમાં પ્રશ્ન ઉપસ્થિત થયે કે પાંચ ઈન્દ્રિયમાં કઈ ઈન્દ્રિય જીતવી વધુ મુશ્કેલ છે. સૌએ પિતપોતાના અનુભવની સરવાણી વહેવડાવી. એક મહાત્માએ કહ્યું. “શ્રોતેન્દ્રિય પર વિજય મેળવે ખૂબ મુશ્કેલ છે. માન–અપમાનનાં શબ્દો સાંભળવા મળે, છતાં મનમાં હર્ષ કે શોકની એક રેખા પણ ઊભી ન થાય, આ દશા પ્રાપ્ત કરવી સહેલી નથી. દયાન ધરીને બેઠા હોઈએ ત્યારે બીજી ઈન્દ્રિયોને જીતવી સહજ બને છે, પણ બહારનાં શબ્દો તે સંભળાય છે. આ ટાઈમે સમભાવ રાખવો મુશ્કેલ છે. આ સાંભળી બીજા મહાત્માએ કહ્યું, “મુનિઓ ! મારે અનુભવ તે એ છે કે
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy