SearchBrowseAboutContactDonate
Page Preview
Page 559
Loading...
Download File
Download File
Page Text
________________ નિયચનાં કોઈપણ પ્રકારનાં ઉપસર્ગો આવશે તથા કોઈપણ પરિષહ પડશે, તે પણ હું મારા માર્ગથી ચલિત નહીં બનું. ભગવાને સાડા બાર વર્ષ અને એક પખવાડિયા સુધી કહેર સાધના કરી. માર મળ્યા. પ્રહારે મળ્યા. કકુશબદનાં વરસાદ વરયા. અનેકે આવી તેમને પ્રભુને આપ્યાં, પણ સાધનાના એ અઠંગ ભેગી કેઈથી ડર્યા નહિ, કેઈમાં લેભાયા નહિં. આત્મયોગની એવી પ્રખર ધૂણી ધખાવી કે સર્વ વાસનાઓ-ઈચ્છાઓ તેમાં ભસ્મીભૂત થઈ ગઈ. આપણું શાસનપતિ દેવ આપણને ઘણું શીખવી ગયા છે. તેમની સાધના આપણને પ્રમાદ ટાળવાની પ્રેરણા આપે છે. ભગવાને ઘોર સાધનાને અંતે કેવળજ્ઞાન-કેવળદર્શન પ્રાપ્ત કર્યું. કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી ૧૨ પ્રકારની પરિષદમાં ધર્મ ઉપદેશ આપ્યો. બંધન અને મુક્તિનાં કારણે સમજાવ્યાં. બંધના કારણને છેદી નાખવામાં આવે તે મુક્તિ અવશ્ય પ્રાપ્ત થાય. કમના બીજ જેણે બાળી નાખ્યાં તેને જન્મ-મરણ મટી ગયાં. ભગવાને ઉપદેશેલ બોધને જીવનમાં ઉતારી તેમની આજ્ઞામાં ઉદ્યમી બનવું તે દરેક સુજ્ઞ પુરૂષનું કર્તવ્ય છે. હવે જન્મ ન લેવું પડે તેની તૈયારી કરવાની છે. હવે જાગૃત થાઓ. કિંમતી સોનેરી અવસર હાથમાંથી ચા ન જાય તેની તકેદારી રાખે. ભગવાને ભવ્ય જીને સાચી સાધનાને માર્ગ બતાવ્યો છે. સમ્યક જ્ઞાન, સમ્યક્ દર્શન અને સમ્યફ ચારિત્રમાં રમણતા કરવી તે નિજ સ્વરૂપમાં રમણતા કરવા બરાબર છે. વિષયે માં અને કષામાં રમણતા કરવી તે વિભાવ દશા છે. મુમુક્ષુ આત્માઓએ વિભાવ ટાળી સ્વભાવ તરફ દોટ મુકવી જોઈએ. સદ્દગુણેને વિકસાવવા જોઈએ. દુર્ગણ ટળે તે ગુણેમાં આગળ વધી શકાય. ભગવાન પણ એક દિવસ આ અનાદિ સંસારમાં રઝળતાં હતા. ચારાશીનાં ચક્કરમાં પરિભ્રમણ કરતાં હતાં. પણ તેઓએ અપૂર્વ સાધના કરી સિદ્ધ ગતિને પ્રાપ્ત કરી. આપણે ભગવાન સાથે અનંતવાર સંબંધ જોડયા હશે, પણ તેમનાં જે પુરૂષાર્થ આપણામાં પ્રગટ નહિં. તે અફસોસની વાત છે. મેં ને તમે આ સંસાર સાગરમાં કર્યા સગપણ અપાર, તમે તે થયા પ્રભુ સિદ્ધ નિરંજન, મારે ના આ આરે છે. પ્રભુ મને એક આધાર તમારે. હે પ્રભુ! મિત્રપણે, શત્રુપણે, દાસીપણે, મા-પણે, બાપપણે, ભાઈપણે, બહેનપણે, અનેકવાર તારા સંબંધમાં હું આવ્યું. હે પ્રભુ! તમે સિદ્ધ, બુદ્ધ, નિરંજન, નિરાકાર બની ગયા. અને મારે રખડપટ્ટી ચાલુ જ રહી. હે નાથ! પૂર્વ સંબંધને કંઈક તે નાતે રાખ, મારે ઉદ્ધાર તે કર. હું કયારે સિદ્ધ થઈશ? તારી પાસે મારે નંબર કયારે લાગશે? અત્યારે તે દ્રવ્ય અને ભાવે મારા-તારા વચ્ચે કેટલું અંતર છે? આ
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy