SearchBrowseAboutContactDonate
Page Preview
Page 555
Loading...
Download File
Download File
Page Text
________________ શેઠને ખબર પડી ત્યારે તેઓ ખુબ દુઃખી થયા. અને કોટવાળ તથા નગર રક્ષકો પાસે ગયાં અને યોગ્ય ભેટ આપી કહ્યું.” ચાર લેકે મારું ઘણું ધન તથા મારી પુત્રીને ઉપાડી ગયા છે. આપ મારી પુત્રીને બચાવવા પ્રયત્ન કરે. જે ધન પાછું આવે તે તમને આપી દઈશ અને મારી પુત્રી અને સેંપી દેજે. નગરરક્ષકોએ એ વાત સ્વીકારી અને શોધ કરવા નીકળી પડયા. નગર રક્ષકો શેરને આંબી ગયા અને અધાને હરાવી દીધા. જ્યારે રે પરાજીત થઈ ગયા, ત્યારે પુષ્કળ ધન-કનક, મોતી, મણ વગેરે ત્યાં જ મૂકીને આમતેમ પલાયન થઈ ગયા. નગર રક્ષકો ધન મળતાં તેને ગ્રહણ કરી પાછા ફર્યા પણ ચિલાતી પાસેથી સુષમા છોકરીને મુક્ત કરવા ન ગયા. ચિલાતી આ યુવતીને લઈ એક મોટી અટવીમાં પેસી ગયા. સાર્થવાહ અને તેમનાં પાંચ પુત્રો ચિલાતીની પાછળ પડયા. અને જેર જોરથી બૂમો પાડવા લાગ્યા. “અરે દુષ્ટ! ઉભું રહે, ઉભું રહે. મારી પુત્રીને સેંપી દે, નહીં તે તને મારી નાખીશું.” ચિલાતીએ જાણ્યું કે હવે સુષમા દારિકાને લઈ દૂર જઈ શકાય તેમ નથી ત્યારે તલવાર વડે તેનું માથું કાપી નાખ્યું. તે પાયેલ મસ્તકને લઈને ભયંકર અટવીમાં પેસી ગયો. સાર્થવાહ આદિ છ જણ ખૂબ દુઃખી થઈ ગયા. તેઓ તરસ અને ભૂખથી પીડાવા લાગ્યા. અને સુષમા દારિકાનો મૃતદેહ જોઈ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. વિલાપ કરવા લાગ્યા. ખૂબ થાકીને પાછા ફરવાની તૈયારી કરવા લાગ્યા. પણ ભૂખ તરસ એટલી લાગી હતી કે એ ભયંકર અટવીમાંથી ઘેર પહોંચવું મુશ્કેલ હતું. સુષમા દારિકાને મેળવવા માટે ચિલાતી ચેરની પાછળ ભટક્તાં ભટક્તાં શ્રમ ઘણુંજ લાગ્યા હતા. ચારે બાજુ પાણીની તપાસ કરી પણ પાણી મળ્યું નહીં. આથી સાર્થવાહે તેના પુત્રોને કહ્યું. “ઘરડો થયો છું અને પ્રિય પુત્રીનાં વિશે મારું જીવન નિરસ બની ગયું છે. તે તમે મને મારી, મારા રક્તમાંસને ખાવ. એ વિના આ અટવી ઉલંઘી શકશે નહીં.” આ સાંભળી મોટા પુત્રે કહ્યું. “તમે અમારા પૂજનીય છે, વંદનીય છે, ઉપકારી છે. તમને અમારાથી મરાય નહીં, માટે મને મારી આપ બધા આપના જીવનનું રક્ષણ કરે. એમ દરેક ભાઈઓએ મોટાભાઈની જેમ કહ્યું. અંતે ધન્ય સાર્થવાહે કહ્યું. તમારામાંથી એકને પણ હું મારવા માગતા નથી. સુષમા દારિકાનું શરીર જે નિષ્ણાણું અને નિર્જીવ બની ગયું છે તેને આહાર કરીએ અને રાજગૃહમાં પોંચીએ. આ વાત દુખિત હૃદયે બધાએ રવીકારી અને આજુબાજુમાંથી કાષ્ટ લાવી સળગાવી માંસ પકવ્યું અને સૌએ ખાધું તથા લેહી પીધું અને નગરમાં પહેચ્યા. વિચાર કરે કે આ છએ જણાએ કેવા કકળતા હૃદયે ભેજન કર્યું હશે! શરીરની કાંતિ વૃદ્ધિ પામે તે માટે ? બળની વૃદ્ધિ માટે? અથવા વિષયસેવનની શક્તિનાં વર્ધન માટે, સુષમાદારિકાના માંસ-શેણિત નથી. ખાધાં પણ રાજગૃહ પહોંચવા માટે ખાધા છે. એમ છએ કાયના જે સાધુનાં સંતાનો છે. સિદ્ધગતિરૂપ સ્થાને પહોંચવા માટે એકેન્દ્રિયના મડાંને આહાર કરે પડે છે, પણ તેમનું હૈયું કકળતું હોય છે. શરીરમાં
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy