SearchBrowseAboutContactDonate
Page Preview
Page 554
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૧ “वेयण वेयावच्चे इरियछाए य संजमाए તદ પળવત્તિયાણ, છ પુળ ધર્મચિન્તા ”ઉ. અ. ૨૬ ગા. ૩૩ (૧) સુધાવેદનીય સમાવવાને માટે (૨) વૈયાવચ્ચ કરવાને માટે (૩) ઈસમિતિ શેધવા માટે () સંયમના નિર્વાહ માટે (૫) પ્રાણ ટકાવવા માટે અને (૬) ધર્મજારિકા જાગવાને માટે, સાધુ આહાર કરે પણ તેને આહારમાં આસક્તિ ન હોય. કારણ કે આહાર એ તે એકેન્દ્રિયના મૃતદેહ છે. મૃતદેહ પર ઉજાણી તે ગીધડા અને કાગડા કરે. સાધુ તે ખાતાં ખાતાં ગ્લાનિ અનુભવે કે મારે મૂળ સ્વભાવ અણહારક છે. તે નથી પ્રગટ થયે તેથી આહાર કરે પડે છે. પણ તેમાં રસેન્દ્રિયને પિષવાની તે ન જ હોય. રસેન્દ્રિય પર વિજય મેળવવા માટે ભગવાને જ્ઞાતા ધર્મકથામાં સુષમા દારિકાનું દૃષ્ટાંત ઘણું જ સુંદર આપ્યું છે. આ ઉપદેશ જીવનમાં ઉતરે તે ખાવાપીવાની ચપચપ મટી જાય. રાજગૃહી નામની નગરીમાં ધન્ય સાર્થવાહ રહેતું હતું. તેની પત્નીનું નામ ભદ્રા હતું. તેને પાંચ પુત્ર અને એક પુત્રી હતી. પુત્રીનું નામ સુષમા હતું. તે દેખાવમાં ખૂબ જ સુંદર હતી. તેના હાથપગ બહુ જ કોમળ હતા. ભાઈ બહેનમાં તે સૌથી નાની હતી. તે ધન્ય સાર્થવાહને ત્યાં ચિલાતી નામને એક દાસીપુત્ર હતા. તે સુષમાને રમાડવાનું કામ કરતે, પણ તેની વર્તણુંક સારી ન હતી. રમવા આવતાં બીજા બાળકોની સારી સારી ચીજો ચેરી લેતે. ધન્ય સાર્થવાહે ચિલાતીને સુધારવા માટે ઘણું કર્યું પણ અંતે તે ન સુધર્યું એટલે તેને રજા આપી દીધી. સ્વછંદી ચિલાતીને પિતાના સ્વભાવને અનુકુળ સેબતી મળી રહ્યા. અને અંતે રાજગૃહની અતિ નજીક પણ નહીં અને અતિ દૂર પણ નહીં એવી સિંહગુફા નામની એક ચેરપલ્લી હતી ત્યાં આવ્યો. તેને સેનાપતિ વિજય હતું. તે ૫૦૦ ચોરને સરદાર હતા, ચિલાતી તે સરદારના હાથ નીચે રહેવા લાગ્યો અને વિજયને તે અનેક રીતે મદદરૂપ થશે. સેનાપતિ વિજયે ચિલાતીને ઘણી ચરવિદ્યાઓ, ચેરમંત્ર આદિ શીખવ્યા. ત્યાર પછી એક વખતે સેનાપતિ વિજય મૃત્યુ પામે અને બધાએ તેની જગ્યાએ ચિલાતીને સ્થાપે. ચિલાતીએ એક વખત પોતાના સાથીઓને કહ્યુંઃ રાજગૃહીમાં ધન્ય સાર્થવાહ રહે છે. તે ધનધાન્યથી પૂર્ણ છે. વળી તેને સુષમા નામની પુત્રી છે. તે પાંચે ઈન્દ્રિયથી પૂર્ણ છે. ખૂબ જ સુકુમાર અને સુંદર છે. આપણે ત્યાં લૂંટ ચલાવીએ. લૂંટાયેલું ધન, હીરા, માણેક મિતી, પન્ના આદિ વસ્તુ તમને આપી દઈશ અને સુષમાને મારી પત્ની બનાવીશ.” ચિલાતીની આ વાત તેનાં પાંચ સાથીઓએ સ્વીકારી લીધી. અને નિયત સમયે શેઠને ત્યાં જઈ પિતાની ઇચ્છા મુજબ ખૂબજ ધન લૂટયું. અને સુષમાને લઈ રવાના થયા.
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy