SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૭ સ'સારીનું સુખ કેવું, ઝાંઝવાના નીર જેવુ', તેને તુચ્છ ગણી લેવું રે....માહન તારા મુખડાની માયા લાગી. સંસારીનું સુખ ઝાંઝવાના પાણી જેવુ છે. પાણી પીવાતુ નથી અને તરસ મટતી નથી. વાંઢાને કયારે લગ્ન કરુ તેમ થાય છે અને લગ્ન કરેલા છે તે પસ્તાય છે. વરઘેાડે વરરાજા ડાંગ્રહાંશે ચડે છે. પારકા દાગીના ચડાવે છે અને બેન્ડવાજા વાગે છે. ભાઈ મનમાં ખૂબ મલકાય છે. પણ કન્યા ઘરમાં આવી, એ ચાર સંતાન થઈ ગયા. હવે પુરુ કઈ રીતે કરવુ એ મૂંઝવણ વધી જાય છે. ચારે બાજુથી ચિ ંતાઓએ એને ઘેરી લીધા છે. મ્હાર જાય ત્યાં વેપારની ચિંતા, ઘરે બૈરી માથાભારે, છેકરા તફાની, ખર્ચાના કાઈ પાર નહિ, લેણદારા તકાદા કરતાં હાય, આવા સ`સારનાં અનેક કડવા અનુભવમાંથી પસાર થવા છતાં સંસાર છેાડી સંયમ અંગીકાર કરવાની ભાવના જાગૃત થાય છે? 66 દેવલેાક સમી દીક્ષા લાગે સીડી મ`િને, સયમ શક્તિ હીણાને મહા નરક સંદેશ ” એક વર્ષની દીક્ષા-પર્યાયવાળા સાધુ સર્વાર્થસિદ્ધ વિમાનના દેવાની તેજુલેસ્યાને ઉલ'ધી જાય છે. તમને અમારી ઈર્ષા નથી આવતી? શું સંસારમાં ખૂંચી ગયા છે? જીઢગીના ભરેાસે નથી. મેાત આવશે અને ઉપાડી જશે તે પહેલાં ધર્મમાં ગતિ વધારા. જીવનમાં પલટો લાવે. એક ગુલાંટ ખાવ. અનાદિકાળથી અજીવ તરફ દૃષ્ટિ છે, તેને ઉઠાવી મેાક્ષ તરફ કરો. જીવનનું નવસર્જન કરવા સંસારનું વિસર્જન કરો. પૂર્વે નથી સેવ્યા એવા પૂર્વ ભાવને સેવા. “અપૂર્વ અવસર એવા કયારે આવશે, કયારે થઈશું માહ્યાંતર નિગ્રંથો, સર્વ સંમ ́ધનુ' ખધન તીક્ષણ છેઢીને, વિચરશુ' કવ મહત્ પુરૂષને પથ જો” જે આધ્યાત્મદશામાં ઝીલી અપૂર્વ ભાવામાં રમે છે તે ભાવના ભાવે છે કે કયારે એવા અવસર આવશે કે બાહ્ય અને અભ્યંતર અને ગ્રંથીને તેડી હુ નિગ્ર થખનીશ ! મિથ્યાત્વ તે સભ્યતર ગ્રંથી છે, અને પરિગ્રડુ તે બાહ્યગ્રંથી છે. તમને તમારા જીવનમાં ધમની જરૂર લાગે છે કે ધનની ? ધમ થી મેાક્ષ મળે, ધનથી નહી મળે. ધમ ત્રાણુ, શરણુ અને રક્ષણુરૂપ છે. તેથી ધમ'માં વિશ્વાસ કરવા જેવા છે. જેણે ધમને આરાધ્યા, જે ધર્મને શરણે ગયા તેમના મેાક્ષ થયા છે. પ્રમાદને છેડી આત ધ્યાન આદિથી દૂર થઈ ધર્મનું આરાધન કરશે! તે અવશ્ય કલ્યાણ થશે.
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy