SearchBrowseAboutContactDonate
Page Preview
Page 529
Loading...
Download File
Download File
Page Text
________________ પ૧૬ તે પણ નકકી નથી. જીવ મમત્વને કારણે મરનાર પાછળ આંસુ સારે, વલેપાત કરી ચીકણું કર્મ બાંધે છે. ભોગવવા માટે વસાવેલી ચીજે જોઈ રડે છે. પતિ પાછળ પત્ની ગાંડી થઈ જાય છે, પણ આ બધા મોહને સનેપાત છે. ઘણી વિધવા બહેને બેલે છે. એ મરી કેમ જાય, પણ તારા હાથની વાત હોય તે રાખવાતાને! અન્યના મૃત્યુ જઈ જીવને વૈરાગ્ય આવો જોઈએ. સંસાર ઉપાધિમય લાગ જોઈએ. શ્રેણિકની કાલિ આદિ ૧૦ રાણીઓના ૧૦ પુત્રે યુદ્ધ કરવા ગયા. તે વખતે માતાને ચિંતા થવા લાગી કે યુદ્ધમાં પુત્રનું શું થશે? તે વખતે ભગવાન મહાવીર સ્વામી ત્યાં બીરાજતા હતા. ભગવાન મન-મનની અને ઘટઘટની વાત જાણી રહ્યા હોય છે. ૧૦ રાણીઓએ પ્રભુ પાસે જઈ વિનયપૂર્વક વંદન કરી પૂછયું: “અમારા પુત્ર યુદ્ધ કરવા ગયા છે તેને અમે જીવતા દેખશું કે નહિ!” કોઈને પ્રાસકો પડે તેવી ભાષા સાધુ બોલે નહિ, પણ આ રાણીઓને આ સાંભળી વૈરાગ્ય આવવાને છે તે વાત બગવાન જાણે છે એટલે કહયું. દસ દિવસમાં ચિડારાજાના બાણથી દરરોજ એક એક એમ દસે પુત્રો મૃત્યુ પામશે, એટલે તમે તેને જીવતાં જોઈ શકશે નહિ. આ સાંભળી માતાઓને મુછ આવી ગઈ. જાગૃત થયા ત્યારે મેહને કેફ ઉતરી ગયું હતું. દસે રાણીઓએ ભગવાનને કહ્યું, “હે પ્રભુ! આ સંસારમાં ચારેબાજુ અલિત પલીત (દાવાનળ) લાગી રહ્યો છે. જન્મ જરા મૃત્યુથી આ લેક પ્રજવલિત થઈ રહ્યો છે. આપ અમને તારે, અમારે ઉદ્ધાર કરે. દસે રાણીઓએ દીક્ષા લીધી અને ઉગ્ર તપશ્ચર્યા કરી તે જ ભવમાં મેક્ષ પામી ગઈ. તમારા કેટલા સગાવ્હાલા મૃત્યુ પામ્યા? છતાંય વૈરાગ્ય કેમ આવતું નથી? આત્માને શોધવા અંતરમુખદષ્ટિ કરવાની જરૂર છે. જેને પિતાના માન્યા હોય તે ચાલ્યા જાય છે. હવે એ સંગ કરો કે જે કદી છૂટે જ નહિ. રૂષભ જિનેશ્વર પ્રીતમ માહરે, ઔર ન ચાહું રે કંથ, રીઝ સાહેબ સંગ ન પરિહરે રે, ભાગે સાદિ અનંત...રૂષભ૦ હે પ્રભુ! તું જ મારે પ્રિયતમ છે. તું જ મારો સ્વામી છે. હવે બીજા સ્વામીને ધાર જ નથી. પ્રભુને સંગ સાદિ અનંતકાળ સુધી છે. સંસારને સંબંધ આદિ છે. એક યુગલનાં લગ્ન થયાં, રીસેપ્શન પતાવી અનેક આશાના મિનારા સાથે પિતાને ઘેર આવતા હતા ત્યાં બંને પાટામાં કચરાઈ ગયા. સંસારની પ્રીત-સગાઈ ખોટી છે. કાયમ ટક્તી નથી. કાં બાઈ વિધવા થાય છે અથવા ભાઈ વિધુર થાય છે. સંસારીનું સુખ કાચું, પરણીને રંડાવું પાછું, એને હવે શીદ યાચું રે....મોહન તારા મુખડાની માયા લાગી.
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy