SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ જરૂર પડે ત્યારે મારી પાસે માંગને તે ભાઈ મારા તરફ સહાનુભૂતિ બતાવે છે તેમ સમજી હું કોઈ ઈવાર તેમની પાસેથી પૈસા લેતી. એકંદરે સે રૂપીયા લીધા હશે. પણ તે ભાઈને પેટમાં પાપ હશે તે હું જાણી શકી નહેતી એક વખત તે આવ્યા અને મને કહ્યું હમણાં કેમ રૂપિયા માંગતા નથી, શા માટે ભેદ ભાવ રાખો છે? તમને તમારા પતિ જેટલું જ સુખ આપીશ.” આ સાંભળી મારા રૂંવાડા ઉભા થઈ ગયા. આવી મેલી ભાવનાથી શું આ ભાઈ મને મદદ કરતાં હશે? મારી ચામડી પર તેને મોહ લાગ્યું હશે? મેં તરત કહી દીધું કે મારે તમારા રૂપિયા નથી જોઈતાં અને તમારી સહાનુભૂતિની પણ જરૂર નથી. તમારા લીધેલા રૂપિયા હું થડા વખતમાં ભરપાઈ કરી દઈશ પણ મહેરબાની કરી મારા ઘરમાં તમે પગ મૂકશે નહી. હું ગરીબ છું, પણ મારા ચારિત્રનું લીલામ કરવાવાળી નથી.” પરનારીની પ્રીત આરંભે અમૃતની ધારા જેવી મીઠી લાગે. પણ અંતે હળાહળ ઝેરમાં પરિણમનારી છે. દાવાનળમાં વસવું સારું પણ પરવારીની પ્રીત ખરાબ. પરનારીની પ્રીતમાં લપટાએલા મુરખને શરૂમાં જાણે ચાંદની રેલાતી હેય એ આનંદ આનંદ લાગે છે, પણ એ ચાંદની ચાર દિવસની છે. એની પાછળ તે આત્માને બાળી મુકનાર આગ બેઠી હોય છે. શરૂમાં ભલે વાસનાને વિજય થતે જણાય પણ માનવીના કપાળમાં જન્મારાની હાર જ લખાઈ જાય છે. પરવારીની પ્રીતડીને પંથ શરૂમાં ભલે કુલેથી છવાએલે લાગે પણ બીજી પળે તે એ મહાભયાનક ભૂળ ભેંકનારે બની જાય છે. તે બે ઘડીને આનંદ અગણિત દુઃખને દેનાર બને છે. દેહની ભૂખ સંતોષવા માટે અગણિત ભોગવિલાસ પાછળ આત્મા દેટ મૂકે છે, પણ જેની ભૂખ સંતોષવા ગાંડ બની ભટકે છે તે દેહ તે માટીમાં મળી જવાને છે. માટે તૃષ્ણા પાછળ ભટકવાનું છેડી દે અને તારા બ્રહ્મસ્વરૂપને જે. તુજ પત્ની વિના આ જગમાં જે જે દેખાતી નારી છે, સમજે તે એ છે જગતમાતા, સમજે તે માટે તારી છે.” આંખે પવિત્ર રાખ, સાચું તે બાલ, ઈશ્વર દેખાશે તેને તેને કેલ.” સાજન પુરુષે પરવારીને માતા અને બહેનની દૃષ્ટિથી જોવી જોઈએ. કામ અને કોરૂપી વટેળીયા જ મનનાં ઝરણાને વેરવિખેર કરી નાંખીને જીવનસાગર ડોળી નાંખે છે, છતાંય વિચિત્રતા એ છે કે આવેગ સમયે માણસ ભાન ભૂલે છે ને પિતાના મૂળ દેવત્વને વિસરી જઈ પતનની ખાઈમાં ગબડી પડે છે. મન અને મનની તંદુરસ્તીને આગ લગાડનાર આ કામ અને ક્રોધના સકંજામાંથી છુટયા પછી જ કોઈ પણ માણસ પ્રગતિ કરી શકે છે.. .
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy