SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૯ પ્રેમથી કેટલું કષ્ટ સહન કરીને માટે કર્યાં! એ પુત્ર સ્વાયં સધાતાં અને રાગનુ રમકડુ' મળી જતાં માત-પિતા પ્રત્યે કેવી રીતે વર્તે છે? સંસાર કેટલે વિષમ છે, છતાં તને તેના પર કેમ મમતા આવે છે ? મમતા જીવને ભવભ્રમણ કરાવે છે. એક ટ્રેઈનમાં એક સાધારણ સ્થિતિની માઈ મુસાફરી કરી રહી છે. તેના મુખ પર ગમગીની છવાયેલી છે. આ દુનિયામાં ઘણા માણસા ગમગીન હોય છે. ઘણા સંગીન હાય છે. અને ઘણા રંગીન હાય છે. મુખ પરથી હૃદયનાં ભાવેા જાણી શકાય છે. આ મ્હેનના મગજમાં અનેક વિચારાનાં તરંગા ઉઠી રહ્યા છે. મન કેમેય સ્થિર થતું નથી. તેની બાજુમાં બેઠેલા મુસાફરી આટલી બધી ગમગીનીનું કારણ પૂછે છે. મ્હેન કહે છે, “મારા પર દુ:ખના ડુંગરા તુટી પડયા છે. મારી કથની સ્મૃતિ કરુણુ છે, પણ તમે બધાં મારા તરફે સહાનુભૂતિ દર્શાવે છે તેથી વાત કરૂ છું. એક નાનકડા ગામમાં શ્રીમત શેઠને ત્યાં મારા પિતાએ મને પરણાવી. મારા પતિ સુખી અને પ્રેમાળ હતા. ઘરમાં ખાવાપીવાની કઇ ખેાટ નહાતી પણ જિંદગીમાં બધાં દિવસે સરખા જતાં નથી. મારા પતિને રૂમાં મેાટી ખેાટ ગઈ અને અમારી જાહેાજલાલી અસ્ત થઈ ગઈ. તે વખતે એ પુત્રીએ, એક સાસુ અને અમે એ માણુસ, એટલે પાંચ માણસનું ગુજરાન કેવી રીતે ચલાવવું એ એક વિકટ પ્રશ્ન થઈ પડી. વર્ષી એ સુખ તેા વષ એ દુઃખ છે, એમ સુખ દુઃખની ઘટમાળ સ્તી, ઉડ્ડય ને અસ્તા સભવે સૂર્યને, હાય રત્નાકર એટ-ભરતી. તડકી અને છાંયડી જાય આવ્યાં કરે, રંક કે રાયને ચડતી પડતી, એક સ્થિતિ રહી ના કદી કોઈ ને, જોઈ લેજો ભલે સારી ધરતી”. સુખ દુઃખની ઘટમાળ જીવનમાં આવ્યા જ કરે છે. સૂર્ય' પણ ઉય પામે છે, અને અસ્ત થાય છે. સમુદ્રમાં પણ ભરતી ઓટ આવ્યા કરે છે, તેમ આ જીવનમાં પશુ તડકી છાંયડી આવ્યા કરે છે. આવી પડેલી સ્થિતિ નભાવવી જ પડે એમ સમજી હું પારકા કામ કરવા લાગી, પણ કેમેય પુરું થાય નહિ' એટલે મારા પતિએ કમાવા માટે મુંબઈ જવાના વિચાર કર્યાં, અમે એ વિચારને અનુમેદન આપ્યુ. અને સારૂ' મુહુત` જોઈ તેમને વિદાય આપી. તે મુંબઇ ગયા પછી છ મહિના સુધી પત્ર આવ્યા, તે પછી કાંઈ પત્ર પણ નઆવતાં અને પૈસા મેાકલવાના પણ અંધ થયા એટલે અમને એમ થયું કે કદાચ મુશ્કેલીમાં હેશે, તેથી મારી શક્તિ પ્રમાણે કામ કરીને હું કમાવા લાગી અને જેમ તેમ કુટુમ્બનું પાષણ કરવા લાગી. તે દરમ્યાન અમારી બાજુમાં રહેતા એક ભાઈ મારી પાસે આવ્યા અને મને કહ્યું, “હેન ! તમારી સ્થિતિ હું જાણું છું. તમે જરાય મુંઝાશે નહી, મારા પૈસા એ તમારાજ છે, જ્યારે
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy