SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ મનવાળીને બેસી જાય છે. આ તમારી અસભ્ય સંસ્કૃતિ કયાં જઈને અટકશે? આજે તે ઘણા પ્રત્યાખ્યાનના પણ વિરોધી થઈ ગયા છે. નવવધૂ બનીને એક કન્યા આવે અને તેને કંદમૂળની બાધા છે. એમ જ્યાં ઘરના સાંભળે ત્યાં જ બાધા શું? એને ખવડાવ્યે જ છુટકે કરીએ. એમ કહી મોઢામાં પરાણે નાખી દે. અધમીજીને વ્રત તેડાવવામાં મજા આવે છે. એને વ્રત પ્રત્યાખ્યાનનું બહુમાન જાગતું નથી. સભામાં ઈન્દ્ર મહારાજે અહંન્નક શ્રાવકના વખાણ કર્યા. આ વખાણ મિથ્યાત્વી દેવ સાંભળી ન શકો તેથી એને ઈર્ષા આવી કે દેવેની સભામાં માણસના વખાણ? હું જાઉં એને ડગાવવા. જે અધમી છે તેને વ્રતની પ્રતિજ્ઞા તેડાવવામાં મજા આવે છે. પણ વ્રત પાળવું, પળાવવું અને પળાવવા માટે અનુમોદન કરવું એમાં લાભ છે, તેમાં ધર્મ છે. વ્રતનું ખંડન કરાવવામાં પાપ છે. અધર્મ છે. જે જે વ્રત ખંડન કરાવે છે તેના હૃદયમાં ધર્મ પ્રત્યે ધિઠ્ઠાઈ નહીં તે બીજું શું છે? જે વ્રત પ્રત્યાખ્યાન કરે છે એના ત્યાગને સન્માન કે હું તે કાંઈ ત્યાગ કરી શકતે નથી, પણ જેઓ કરી શકે છે તેમને ધન્ય છે તથા એ વૈરાગમાં આગળ વધવા માટે છે ત્યાગ વિરાગ ન ચિત્તમાં થાય ને તેને જ્ઞાન ! અટકે ત્યાગ વિરાગમાં તે ભૂલે નિજ ભાન.” આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે વૈરાગ્ય જોઈશે. વૈરાગ્ય વિના ત્યાગ ટકી શકે નહિ. ત્યાગ વૈરાગ્યાદિ ગુણે ન હોય તે મલિન અંતઃકરણ રૂપ દર્પણમાં આત્મપદેશનું પ્રતિબિંબ પડતું નથી. ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના, કરીએ કેડ ઉપાય” ત્યાગ કોડા ઉપાય કરીએ છતાં ત્યાગ વૈરાગ્ય વિના ટકતું નથી. જ્ઞાન પ્રકાશ વિના આગળ વધી શકાતું નથી. તમારે પ્રકાશ જોઈએ તે કેઈ ને કહે ને કે દી લાવે. તે તમને એમ કહે કે, પ્રથમ અંધારું કાઢે, પછી દીવ લાવું. તે શું અંધારું સુપડેથી ઉલેચાય! સાવરણથી બહાર કઢાય ખરૂં? નહિં. તું તારે દી લાવ એટલે અંધારૂં આપે આપ ચાલ્યું જશે, તેમ સમજણપૂર્વક ત્યાગ-વિરાગ આવે એટલે આમ જ્ઞાન આપ્યું જ સમજો. બાકી બોલવાથી આત્મ જ્ઞાન આવતું નથી. સંસાર રસિકડાઓનું જ્ઞાન પોપટીયું છે. “પઢે પોપટજી સીતા રામ' પરંતુ હવે સત્ય જ્ઞાનને મેળવે “જ્ઞાનસ્ય ફલમ વિરતિ” જેને જ્ઞાન નથી તેને દિશાની મર્યાદાનું ભાન નથી. એને તે ચારે બાજુ દેટ લગાવું ને હીરા-મોતી-પના વિગેરે લઈ આવું એમ થાય છે પણ હીરા-મોતીને ખવાશે ? ખાવામાં તે દાળભાત, રોટલી અને શાકથી જ પેટ ભરાશે, હીરાને ખાઈ શકશે? ના, હીરે ચુસવાથી પણ મરણ થાય છે. તે પછી એવી વસ્તુને મહ શે? વસ્તુ પ્રત્યેની આસક્તિ પરિહરે તે સંતોષથી જીવી શકશે.
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy